Site icon Revoi.in

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ કેસ નોંધાયા – સક્રિય કેસો 1 લાખ 5 હજારથી વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે આવી સ્થિતિમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વિશે વાત કરીએ તો વિતેલા દિવસની સરખામણીમાં સામાન્ય વધારો થયેલો જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 9 હજાર 62 નવા  કોરોનાના કેસો નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીએ 249 વધુ છે. આ સમાન સમયગાળા દરમિયાન 36 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે નોંધાયેલા કેસની સંખ્યા 9 હજારની અંદર હતી.

જો કે સારી બાબત એક એ પણ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના  15 હજાર 220  દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. હાલમાં આ રીતે દેશમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો મોટા પ્રમાણે થઈ રહ્યો છે.દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 5 હજાર 58 થઈ ગઈ છે જે ગઈકાલ કરતાં ઓછી છે.