અમદાવાદ, ગુજરાતની જાણીતી એડવર્ટાઈઝ ફર્મ અજીત એડવર્ટાઈઝના માલિક, જાહેરખબર ક્ષેત્રના અગ્રણી અને સામાજીક આગેવાન અજીતભાઈ રમણભાઈ શાહના માતુશ્રી કાન્તાબેન રમણભાઈ શાહનું 92 વર્ષની વયે આજે અરિહંતશરણ પામ્યા છે. સ્વર્ગસ્થની અંતિમ યાત્રા અમદાવાદના પાલડીમાં તેમના નિવાસસ્થાન 12 પૃથ્વી એપાર્ટમેન્ટથી નીકળી હતી. જેમાં સમાજના આગેવાનો સહિત અનેક લોકો જોડાયાં હતા. વી.એસ.હોસ્પિટન સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. સદગત માયાળુ અને પરોપકારી તથા ધર્મનિષ્ઠ હતા. સ્વર્ગસ્થના નિધનથી અજીતભાઈના પરિવારમાં મોટી ખોટ પડી છે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પોતાની સંવેદનાઓ વ્યક્ત કરે છે. તેમજ અજીતભાઈ શાહ અને તેમના પરિવારને દુઃખની આ ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે.
જાહેરખબર ક્ષેત્રના અગ્રણી અજીતભાઈ શાહના માતૃશ્રીનું નિધન
