Site icon Revoi.in

ઈન્ડોનેશિયામાં ફાટ્યો ભયંકર માઉન્ટ મેરાપી જ્વાળામુખી – શિખર પરથી ધગધગતો લાવારસ તળેટી તરફ પ્રચંડ વેગમાં વહેતો જોવા મળ્યો

Social Share

જાકાર્તાઃ- અનેક દેશોમાં જાણે મુસીબતના પહાડો તૂટી પડ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે ત્યાકે હવે વિતેલા દિવસને બુધવારે ઈન્ડોનેશિયામાં છેલ્લા વીસ બાવીસ દિવસથી ભભૂકી રહેલો માઉન્ટ મેરાપી જ્વાળામુખી પ્રચંડ ઘડાકા સાથે ફાટ્યો હતો. ધગધગતો લાવા પ્રવાહ પહાડ પરથી વહેતો જોવા મળ્યો હતો.

ઈન્ડોનેશિયામાં ફાટેલો આ જ્વાળામૂખીનો અવાજ એટલો ઘડાકાભર હતો દૂર દૂર સુધી સંભળાયો હતો, જો કે આમા કોઈ જાનહાનિ કે નુકશાન થવાના સમાચાર મળ્યા નથી, લોકોએ આ અવાજ સાઁભ્યો હતો અને લોકો ડરી પણ ગ્યા હતા, આ વિસ્ફોટ બાદ હવામાં અગનજ્વાળા, રાખ અને ગેસના ગોળા છૂટ્યા હતા.

ઇંડોનેશિયામાં સેન્ટ્રલ જાવાના સીમાડા પર સ્થિત યોગ્યાકાર્તા પ્રાંતમાં આવેલ 2 હજાર 968 મીટર એટલે કે એટલે કે 9,737 ફૂટની ઊંચાઇએ આવેલો આ જ્વાળામુખી ફાટ્યો હતો જેનો અવાજ ખૂબજ પ્રચંડ ધડાકા સાથે ત્રીસ કિલોમીટર સુધી સંભળાયો હતા, આ સાથે જ શિખરની ટોચ ઉપરથી ધગધગતો લાવારસ તળેટી તરફ પ્રચંડ વેગથી આવતો પણ જોવા મળ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આજ સુધીના અનેક રેકોર્ડમાં ક્યારેય પણ આટલો બધો લાવારસ વહેતો જોવા મળ્યો નથી. અઢળક લાવારસ આ જ્વાળામુખી ફાટતા વહેતો થયો હતો. દેશના ઇતિહાસના રેકોર્ડમાં પણ આટલો બધી લાવારસ વહ્યો હોવાના ઉલ્લેખ થયો જ નથી.આ પ્રચંડ જ્વાળામુખી ખૂબ જ ભયંકર હતો.

પ્રચંડ જ્વાળામુખીના કારણે અનેક ગામોમાં આસપાસ  રાખ ઉડતી જોવા મળી હતી, આ સાથે જ ઝેરી ગેસ પણ ફેલાઇ રહેલો જોવા મળ્યો હતો.આસપાસના કેટલાક લોકોને સુરક્ષિત જગ્યાઓ પર સહિસલામત સ્થાળંતર કરવામાં આવ્યા હતા.

સાહિન-