Site icon Revoi.in

દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાં મુબઈ બીજા નંબરનું પ્રદુષિત શહેર બન્યું

Social Share

દિલ્હી- સ્વિસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સ IQAir રિયલ ટાઈમ ઈન્ટરનેશનલ એર ક્વોલિટી મોનિટરે કરેલા રિસર્ચ પ્રમાણે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં મુંબઈ બીજા ક્રમે રહ્યું હતું. મુંબઈએ 29 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી વચ્ચે આ સ્થાન જાળવી રાખ્યું હતું.  29 જાન્યુઆરીએ મુંબઈ IQAir રેન્કિંગમાં 10માં સ્થાને હતું. આ પછી 2 અને 8 ફેબ્રુઆરીએ મુંબઈ બીજા સ્થાને આવ્યું હતું.

NEERI અને IIT-B દ્વારા 2020ના સંશોધન મુજબ, મુંબઈની હવામાં રજકણોમાં વધારો થવાનું કારણ રોડ અથવા બાંધકામના સ્થળોની ધૂળ છે. આ પછી, ઔદ્યોગિક અને પાવર યુનિટ્સ, એરપોર્ટ અને કચરાના ઢગલા પ્રદૂષણ માટે જવાબદાર છે.

હવે 13 ફેબ્રુઆરીએ, હવાની ગુણવત્તાની દ્રષ્ટિએ, મુંબઈ  વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ત્રીજા નંબરે આવ્યું. પ્રદૂષણની બાબતમાં મુંબઈએ ભારતના સૌથી પ્રદૂષિત શહેર દિલ્હીને પણ પાછળ છોડી દીધું છે. ત્રણ શિયાળાની ઋતુઓની સરખામણીમાં નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં હવાની ગુણવત્તા નબળી અને અત્યંત નબળી શ્રેણીમાં હતી. નિષ્ણાતો કહે છે કે વાહનો, રસ્તાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓમાંથી સતત ધૂળ અને ધુમાડો મુંબઈમાં વધતા પ્રદૂષણનું કારણ છે.