Site icon Revoi.in

મુંબઈ ટેસ્ટઃ ભારતીય બોલરો સામે ન્યૂઝીલેન્ડના બેસ્ટમેનોએ ઘુંટણ ટેકવ્યાં, 62 રને ઓલઆઉટ

Social Share

દિલ્હીઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના પ્રથમ દાવમાં 325 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 62 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાને  263 રનની લીડ મળી હતી. ન્યુઝીલેન્ડ તરફથી કાયલ જેમિસને સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી અશ્વિને ચાર, સિરાજે ત્રણ અને અક્ષરે બે વિકેટ લીધી હતી. ભારતને ન્યૂઝીલેન્ડને ફોલોઓન આપવાને બદલે બેટીંગ લેવાનું પસંદ કર્યું હતું. બીજી ઇનિંગમાં, ચેતેશ્વર પૂજારા અને મયંક અગ્રવાલની નવી ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. 15 ઓવર પછી ભારતનો સ્કોર વિના વિકેટે 50 રન હતો અને અગ્રવાલ 24 તથા પુજારા 26 રને બેટીંગ કરતા હતા.

ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ભારતે ડિસેમ્બર 2002માં હેમિલ્ટન ટેસ્ટની બીજી ઇનિંગમાં કિવિઓને 94 રનમાં આઉટ કરી દીધી હતી. આ ન્યૂઝીલેન્ડનો એકંદરે છઠ્ઠો સૌથી ઓછો કુલ સ્કોર છે. તેનો સૌથી ઓછો સ્કોર 26 રન છે, જે તેણે 1955માં ઓકલેન્ડમાં ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો.

62 રન, મુંબઈ (2021)*

94 રન, હેમિલ્ટન (2002)

100 રન, વેલિંગ્ટન (1981)

101 રન, ઓકલેન્ડ (1968)

105 રન, ઓકલેન્ડ (2014)

124 રન, હૈદરાબાદ (1988)

મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો બીજો દિવસ બોલરોના નામે રહ્યો હતો. આજે એક જ દિવસમાં 16 જેટલી વિકેટો બોલરોએ લીધી હતી. ભારતીય બોલરોએ સામે ન્યુઝીલેન્ડના બેસ્ટમેનોએ ઘૂંટણ ટેકવી દીધા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવ 28.1 ઓવરમાં સમેટાઈ ગઈ હતી. રવિચંદ્રન અશ્વિન (4-8)ની આગેવાની હેઠળના સ્પિનરોએ સાત વિકેટ સાથે કિવિઝને ઓલઆઉટ કર્યું હતું.  ન્યુઝીલેન્ડ માટે માત્ર કાયલ જેમીસન (17) અને કેપ્ટન ટોમ લાથમ (10) દસ રન સુધી પહોંચી શક્યા હતા, જેમણે ટી બ્રેક સમયે 16.4 ઓવરમાં 38 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.