Site icon Revoi.in

મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર ધમકીભર્યો કોલ આવ્યો,તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર

Social Share

મુંબઈ:મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલાની ધમકી મળી છે જે બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.એજન્સીઓએ એરપોર્ટની સુરક્ષા માટે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે.ગત રોજ ઈરફાન અહેમદ નામના વ્યક્તિએ ફોન કરીને એરપોર્ટ પર હુમલો કરવાની ધમકી આપી હતી.આરોપીએ પોતાને આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય ગણાવ્યો હતો.હાલ પોલીસે આ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 505 (1) હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

PM મોદી મુંબઈના અંધેરી ઈસ્ટ વિસ્તારમાં દાઉદી બોહરા સમુદાયની અરેબિક એકેડમીનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે.દાઉદી બોહરા સમુદાયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે કે તેઓ પરમ પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે સ્ટેજ શેર કરી શકે છે.

મુંબઈ પ્રવાસ દરમિયાન પીએમ મોદી મુંબઈના કોલાબામાં ઈન્ડિયન નેવીના બેઝની મુલાકાત લઈ શકે છે.PM મોદીની મુલાકાતને લઈને શહેરભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે,પોલીસ ફોર્સ એલર્ટ મોડ પર છે.શહેરમાં 10 ફેબ્રુઆરી સુધી ડ્રોન કે અન્ય કોઈપણ ફ્લાઈંગ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.