Site icon Revoi.in

મૈસુર કોર્ટ બ્લાસ્ટ 2016: અલકાયદા સાથે સંકાળેલા ત્રણ આતંકીઓ દોષી સાબિત, 11 ઓક્ટોબરે મળશે સજા

Social Share

દિલ્હીઃ- રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે વર્ષ 2016 ના મૈસુર કોર્ટ બ્લાસ્ટ કેસમાં અલ કાયદા સાથે જોડાયેલા સમૂહ બેઝ મૂવમેન્ટના ત્રણ આતંકવાદીઓને દોષિ ઠેરવ્યા છે. ત્રણેય આરોપી નયનાર અબ્બાસ અલી ઉર્ફે લાયબ્રેરી અબ્બાસ, એમ સુલેમાન કરીમ રાજા ઉર્ફે અબ્દુલ કરીમ અને દાઉદ સુલેમાન તમિલનાડુના મદુરાઈના રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે 1લી ઓગસ્ટ, 2016 ના રોજ મૈસુર જિલ્લાના ચામરાજપુરમ કોર્ટ સંકુલમાં શૌચાલયમાં આ ભયાનક વિસ્ફોચ કરવામાં આવ્યો  હતો. ત્રણેય દોષિતોને 11 ઓક્ટોબરે સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં લક્ષ્મીપુરમ પોલીસ સ્ટેશનમાં 1 ઓગસ્ટ, 2016 ના રોજ અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. બાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશથી એનએઈએ એ બીજી વખત આ કેસ દાખલ કરાયો હતો

મળતી માહિતી મુજબ એનઆઈએ ને પોતાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૈસુર બ્લાસ્ટ બેઝ આંદોલનના સભ્યો દ્વારા કરવામાં આવેલા પાંચ વિસ્ફોટોની શ્રેણીનો એક ભાગ હતો. આ સભ્યોએ તે જ વર્ષે 4 એપ્રિલના રોજ આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાની ચિત્તોડ કોર્ટમાં, 15 મેના રોજ કેરળની કોલ્લમ કોર્ટમાં અને 12 સપ્ટેમ્બરે નેલ્લોર કોર્ટમાં અને 1 નવેમ્બરે કેરળની મલ્લપુરમ કોર્ટમાં પણ બ્લાસ્ટ કર્યા હતા.

અલ કાયદા અને ઓસામા બિન લાદેનથી પ્રેરિત, નયનાર અબ્બાસ અને દાઉદ સુલેમાને જાન્યુઆરી 2015 માં તમિલનાડુમાં બેઝ મૂવમેન્ટની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમણે અન્ય સભ્યોને ઉમેર્યા અને સરકારી વિભાગો, ખાસ કરીને અદાલતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું, કારણ કે તેઓ માનતા હતા કે અદાલતો ચોક્કસ સમુદાયના દમન માટે જવાબદાર છે.

 

આ કાવતરા હેઠળ આ લોકોએ જુદા જુદા રાજ્યોના જેલ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, ભારતમાં ફ્રેન્ચ દૂતાવાસ વગેરેને ધમકીભર્યા સંદેશાઓ પણ મોકલ્યા હતા. તપાસ બાદ એનઆઈએ એ 24 મે 2017 ના રોજ ત્રણ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.