Site icon Revoi.in

આંઘ્ર પ્રદેશમાં જોવા મળી રહસ્યમય બિમારી – એક દર્દીનું મોત, અન્ય 380 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

Social Share

દિલ્હીઃ- આંધ્રપ્રદેશમાં એક રહસ્યમય બીમારી જોવા મળી છે, એલુરુ શહેરમાં આ બિમારીના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો અન્ય 340  લોકોને  બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ, કરવામાં આવ્યા છે, આ દાખલ થયેલા દર્દીઓની મુલાકાત રાજ્યના મુખ્યમંત્રીએ લીઘી હતી.

રાજ્યના સીએમ એ હોસ્પિટલની મુલાકાત લીધી

રાજ્યમાં જોવા મળેલી આ બિમારીમાં સંપડાયેલા દર્દીઓમાં મીર્ગીનો દોરો પડવો, અચાનક બેભાન થઈ જવું, ધ્રૂજારી આવવી અને મો ઝાળ બળવાની ફરીયાદો જોવા મળી રહી છે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ એલુરૂની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી. મૃત્યુ પામનાર દર્દીની એલુરુની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ સોમવારના રોજ પશ્ચિમ ગોદાવરી જિલ્લાની એલુરુ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં આશરે 150 દર્દીઓ રહસ્યમય રોગ સાથે દાખલ થયા હતા, રેડ્ડી એ દર્દીઓની સ્થિતિ જાણી હતી  અને ડોક્ટરો સાથે પણ વાતચીત કરી. આ રહસ્યમય રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા હવે 380 થઈ ગઈ.

200 જેટલા દર્દીઓ સાજા થયા

જો કે, મંગલગિરી, અખિલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડોકટરોની ટીમે  હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ દર્દીઓના લોહીના નમૂના પણ વિગતવાર તપાસ માટે લેવામાં આવ્યા છે.હાલ 200 જેટલા દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

એલુરુના 4 જુદા જુદા વિસ્તારોમાંથી રહસ્યમય બિમારીના કેસ નોંધાયા

આ બિમારીના કારણે ડોકેટોરો પણ પરેશાન છે, ડોક્ટોરો પણ હજુ જાણી શક્યા મથી કે આ બિમારીના જુદા જુદા લક્ષણો તો આ બિમારીનું કારણ શું છે, એલુરુના 4 જુદા જુદા વિસ્તારોમાંથી 45 જેટલા લોકોમાં અજીબ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા, હાલ હોસ્પિટલમાં 70 મહિલાઓ અને 46 જેટલા બાળકો સારવાર લઈ રહ્યા છે, આ તમામા લોકોની ઉમર 20 થી 30 વર્ષની અંદર જોવા મળી છે, દો કે મહત્વની વાત એ છે કે  તમામા લોકોને એક બીજા સાથે કી લેવા દેવા નથી ,તેઓ જુદા જુદા સ્થળેથી આવ્યા છે, છત્તા તમામના લક્ષણો ક જેવા જોવા મળે છે.

વિતેલા દિવસે આ બિમારીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યા

આ બિમાનીરી શરુઆત એલુરુના વમ ટાઉન ક્ષેત્રમાંથી થઈ હતી, જેમાં રવિવારના રોજ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, તમામા લોકોના બ્લડ સેમ્પલ લેવાયા છે જો કે આ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી કે આ બિમારી શું છે, અનેક લોકોના સિટિ સ્કેન પણ કરવામાં આવ્યા છે જેમાં ડોક્ટરોને આ લક્ષણો અંગેનું કોઈ ચોક્કસ કારણ મળી આવ્યું નથી