Site icon Revoi.in

નચ બલિયે 10: ટૂંક સમયમાં શરુ થશે શોની નવી સીઝન! હોસ્ટની સાથે આ ત્રણ સ્પર્ધકોના નામ પણ આવ્યા સામે

Social Share

મુંબઈ:બિગ બોસ હોય કે કોઈ સિંગિંગ શો, એવો રિયાલિટી શો જેનો ક્રેઝ લોકોમાં વર્ષોથી છે.અમે વાત કરી રહ્યા છીએ ‘નચ બલિયે’ની.આ શોની છેલ્લી 9 સીઝન ખૂબ જ લોકપ્રિય રહી છે અને હવે 10મી સીઝનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.જોકે, ‘નચ બલિયે’ 10ને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી,પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોની રિલીઝ ડેટ ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

સ્ટાર પ્લસના પ્રખ્યાત રિયાલિટી શો ‘નચ બલિયે’ની છેલ્લી સીઝન પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ જીતી હતી. ગત સીઝનની જેમ આ સીઝન પણ સલમાન ખાન જ પ્રોડ્યુસ કરશે.શો વિશે ચર્ચા છે કે આ બંને લોકો આ સિઝનને હોસ્ટ કરશે.આ સિવાય કેટલાક સ્પર્ધકોના નામ સામે આવ્યા છે, જેમને શોમાં ભાગ લેવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોહસીન ખાન અને રૂપાલી ગાંગુલીને 10મી સીઝન માટે અપ્રોચ કરવામાં આવ્યા છે.મોહસીન ખાને પ્રખ્યાત ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કાર્તિકનું પાત્ર ભજવ્યું છે, જ્યારે રૂપાલી ગાંગુલી ‘અનુપમા’માં આ જ નામનું પાત્ર ભજવતી જોવા મળી શકે છે.આ બે નામો સિવાય શહનાઝ ગિલનું નામ પણ ચર્ચામાં છે.

Exit mobile version