Site icon Revoi.in

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’માં આ એક્ટ્રેસની ધમાકેદાર એન્ટ્રી

Social Share

મુંબઈ: સેફ અલી ખાન અને પ્રભાસની ફિલ્મ આદિપુરુષની જ્યારથી જાહેરાત થઇ છે,ત્યારથી આ ફિલ્મ હેડલાઈનનો ભાગ બની છે.ઓમ પ્રકાશ રાઉતની આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામ અને સેફ અલી ખાન લંકેશના પાત્રમાં નજરે પડશે. આ દિવસોમાં ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે.હાલમાં જ ફિલ્મમાં કૃતિ સેનનની ધમાકેદાર એન્ટ્રી થઇ છે,હવે ફિલ્મમાં વધુ એક એક્ટ્રેસની એન્ટ્રી થવાની છે,જેની જાણકારી હાલમાં જ સામે આવી છે.

હાલમાં તમામ અટકળોને વિરામ આપતા મેકર્સએ મુહર લગાવી દીધી છે કે,આદિપુરુષમાં સીતાના રોલમાં કૃતિ સેનન જોવા મળશે.હવે સમાચાર મુજબ,પ્રભાસની આ મેગા બજેટ પેન ઇન્ડિયા ફિલ્મમાં અદાકાર કાજોલની પણ એન્ટ્રી થઇ ગઈ છે.

સમાચારો મુજબ,પ્રભાસની આ ફિલ્મમાં કાજોલ ખૂબ મહત્વની ભૂમિકા નિભાવવા જઇ રહી છે. જો કે,આ ફિલ્મમાં કાજોલની ભૂમિકા શું હશે તે હજુ સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે,પ્રભાસના પ્રયત્નોને કારણે કાજોલ ફિલ્મનો ભાગ બનવાની છે.

પ્રભાસની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. આ જ કારણે તેની ફિલ્મ રાધે શ્યામ માટે એક્ટરે ભાગ્યશ્રીને પ્રાધાન્ય આપ્યું હતું. અને હવે તે કાજોલ સાથે આ ફિલ્મમાં કામ કરવાની તૈયારીમાં છે. જો ફિલ્મમાં કાજોલની એન્ટ્રી થાય છે,તો મૂવીને તેનાથી ઘણો લાભ મળશે.

-દેવાંશી