Site icon Revoi.in

નર્મદા, સહિત તમામ ડેમની કેનાલો, પેટા કેનાલો દ્વારા માત્ર 50 ટકા જમીનને જ મળે છે, સિંચાઈનો લાભ

Social Share

અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી ગણાય છે. નર્મદા યોજનાને લીધે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દુર થઈ ગઈ છે. ઉપરાત તળાવો અને ડેમો પણ નર્મદાના નીરથી ભરવામાં આવે છે, તેમજ રાજ્યમાં નર્મદા તેમજ વિવિધ સિંચાઈ યોજનાઓ દ્વારા કેનાલો અને પેટા કેનાલો દ્વારા 46,18,026 હેક્ટરને સિચાઈની સુવિધા પુરી પાડવામાં આવી છે. જોકે રાજ્યમાં ખેતીલાયક વિસ્તાર 9786800 હેક્ટર છે, જે પૈકી સરકાર દ્વારા સિંચાઈ સુવિધા ધરાવતો વિસ્તાર 46,18,026 હેક્ટર છે. એટલે કે,  51,68,674 હેક્ટર જમીનને કેનાલ નેટવર્કના સિંચાઈનો લાભ મળતો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નર્મદા સહિત વિવિધ ડેમોમાંથી કેનાલો અને પેટા કેનાલો બનાવવાકરોડોના ખર્ચા કર્યા પછી પણ આખા રાજ્યમાં કેનાલ નેટવર્ક નહીં હોવાથી 51.68 લાખ હેક્ટર વિસ્તારની જમીનને સરકારી સિંચાઇના પાણી મળતાં નથી. આ ખેડૂતોએ ટ્યુબવેલ અને ખાનગી કુવાના ભરોસે રહેવું પડે છે.  એકતરફ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભૂતળના જળ ખતમ થઈ રહ્યાં છે, છતાં આજે પણ આટલા મોટા વિસ્તારની જમીનને કૂવામાંથી કે બોરમાંથી પાણી ખેંચવું પડે છે. રાજ્યના ઘણાબધા વિસ્તારોને હજુ કેનાલનો લાભ મળ્યો નથી

સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  રાજ્યમાં ખેતીલાયક વિસ્તાર 9786800 હેક્ટર છે, જે પૈકી સરકાર દ્વારા સિંચાઈ સુવિધા ધરાવતો વિસ્તાર 46,18,026 હેક્ટર છે. બાકીના 51,68,674 હેક્ટર વિસ્તારને સરકારી સિંચાઈ કે કેનાલ નેટવર્કના પાણીનો લાભ મળતો નથી. ગુજરાતમાં સિંચાઇની અનેક યોજનાઓ કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી આધારિત સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજના કાર્યરત છે. છતાં રાજ્યના ઘણા વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો ન હોવાથી હજીપણ ખાનગી કુવા કે ટ્યુબવેલ પર આધાર રાખવો પડે છે.  સરકાર દ્વારા દર વર્ષે નવા બેરેજ, ચેકડેમ, ઉદ્દવહન પાઈપલાઈન તેમજ તળાવની ક્ષમતા વધારવાના કામો થાય છે છતાં બઘાંને પહોંચી શકે તેટલું સરફેસ જળ મળતું નથી.