Site icon Revoi.in

ભારતીય મૂળના રાજાચારી બન્યા સ્પેસએક્સ ક્રૂ-3 મિશનના કમાન્ડર

Social Share

દિલ્લી: નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ભારતીય મૂળના અમેરિકન રાજાચારીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે સ્પેસએક્સ ક્રૂ -3 મિશનના કમાન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજાચારી અમેરિકી એરફોર્સના કર્નલ છે. રાજાચારી સ્પેસએક્સ ક્રૂ -3 મિશનના કમાન્ડર બનશે, નાસાના ટોમ માર્શબર્ન પાઇલટ અને યુરોપિયન સ્પેસ એજન્સીના મથાયસ મૌરર મિશનના સ્પેશિયલિસ્ટ તરીકે કામ કરશે. અનુમાન છે કે, આ મિશન આવતા વર્ષથી શરુ કરવામાં આવશે.

નાસાએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, આવનાર દિવસોમાં નાસા અને તેના ઇન્ટરનેશનલ પાર્ટનર્સના રિવ્યુ બાદ ચોથા સભ્યને મિશનમાં સામેલ કરવામાં આવશે. રાજાચારીએ ટવિટ કરીને કહું કે, તેઓ મથાયસ મૌરર અને ટોમ માર્શબર્ન સાથે ટ્રેનિંગ લેવા માટે ખુબ જ ઉત્સાહિત અને ગોરવંતી છે.

ચાંદ પર ઉતારવામાં આવશે માણસ

નાસા દ્વારા રાજાચારીની ચંદ્ર પર જનાર ટીમના સદસ્યના રૂપમાં પસંદગી કરવામાં આવી છે. 9 ડિસેમ્બરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસએ આ ટીમની ઘોષણા કરી હતી. આ ટીમ નાસાના આગામી મૂન મિશન માટે 2021ની તૈયારીઓ શરૂ કરશે અને હ્યુમન લેન્ડિંગ સિસ્ટમ પર કામ કરશે. આ ટીમ માટે ફ્લાઇટ અસાઈમેન્ટ્સની પસંદગી કરવામાં આવશે. તો સાથે જ ચાંદ પર મોકલવામાં આવેલ એસ્ટ્રોનોટસની પસંદગી પણ આવનાર સમયમાં કરવામાં આવશે.

ભારતીય મૂળના રાજચારીના પિતા હૈદરાબાદથી આવ્યા હતા. યુએસ એરફોર્સમાં કર્નલ રાજાચારીએ એસ્ટ્રોનોટિકલ એન્જિનિયરિંગમાં બેચલર અને એરોનોટિક્સ અને એસ્ટ્રોનોટિક્સમાં માસ્ટર કર્યું છે. તેમણે નેવલ ટેસ્ટ પાઇલટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. રાજાચારીએ નાસામાં આવ્યા પહેલા એફ -15 ઇ અપગ્રેડ અને એફ -35 ડેવલેપમેન્ટ પ્રોગ્રામમાં પણ ભાગ લીધો હતો.

-દેવાંશી