Site icon Revoi.in

એફોર્ડેબલ હોમ લોનના વ્યાજ પર રૂ.1.5 લાખ સુધીનું ડિડક્શન વધુ 1 વર્ષ લંબાવાયું, ગ્રાહકોને થશે ફાયદો

Social Share

નવી દિલ્હી: 1લી ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે યુનિયન બજેટ 2021-22 રજૂ કર્યું હતું. આ વખતે એફોર્ડેબલ હાઉસની ખરીદી માટે હાઉસિંગ લોન પર 1.5 લાખ સુધીનું વધારાનું ડિડક્શન વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. એર્ફોડેબલ મકાન ખરીદવા માગતા ગ્રાહકોને તેનો ફાયદો થશે. તેનાથી રિયલ એસ્ટેટ સેક્ટરને પણ ફાયદો થશે. ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગમાં જે ડેવલપર્સ સક્રિય છે તેમને ફાયદો થશે. મકાનની કિંમત 45 લાખ સુધીની હોય અને ગ્રાહક પ્રથમવાર જ મકાન ખરીદી કરી રહ્યા હોય તેમને આ લાભ મળે છે.

સામાન્ય રીતે કોઈપણ મકાન ખરીદનારને હોમલોન પર વ્યાજની ચૂકવણી પર ~2 લાખ સુધીનો ટેક્સ ડિડક્શનનો લાભ મળે છે. એફોર્ડેબલ હાઉસ ખરીદનારને આ ~2 લાખ ઉપરાંત વધારાના ~1.5 લાખનો ડિડક્શનનો એટલે કે કુલ ~3.5 લાખનો લાભ મળે છે. હવે આ લાભ 31 માર્ચ, 2022 સુધી મળશે. મતલબ કે આ તારીખ સુધી લોન લેનાર વ્યક્તિને તેનો લાભ મળશે.

નાણામંત્રીએ આ સાથે જાહેરાત કરી હતી કે એફોર્ડેબલ હાઉસિંગનો સપ્લાય પણ સારો રહે તે માટે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર વધુ એક વર્ષ માટે (31 માર્ચ, 2022 સુધી) ટેક્સ હોલિડે પણ લંબાવાયો છે. આમ, આવા મકાનો બનાવનારા રિયલ એસ્ટેટ ડેવલપર્સને પણ ટેક્સમાં લાભ મળશે. તેમણે કહ્યું હતું કે સરકાર માઈગ્રન્ટ વર્કર્સ માટે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગનો સપ્લાય વધે તેને પ્રોત્સાહન આપવા માટે પણ વચનબદ્ધ છે.

આ માટે નોટિફાઈડ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ટેક્સ એક્ઝેમ્પ્શન (કરમુક્તિ)ની પણ તેમણે દરખાસ્ત કરી દીધી છે. આ બન્ને દરખાસ્તથી એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં માંગ પણ વધશે આ માટે નોટિફાઈડ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ટેક્સ એક્ઝેમ્પ્શન (કરમુક્તિ)ની પણ તેમણે દરખાસ્ત કરી દીધી છે. આ બન્ને દરખાસ્તથી એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં માંગ પણ વધશે.

(સંકેત)

Exit mobile version