Site icon Revoi.in

ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ 2022: 30 નવેમ્બર પહેલા સબમિટ કરો આપની શોર્ટ ફિલ્મ

Social Share

અમદાવાદ: ભારતીય ચિત્ર સાધના દ્વારા પ્રતિષ્ઠિત ‘ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષે 18 થી 20 ફેબ્રુઆરી, 2022ના રોજ ભોપાલમાં આ ત્રણ દિવસીય ફેસ્ટિવલ યોજાશે. આ વર્ષે ચોથો ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. ભોપાલના બિશનખેડી સ્થિત માખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય પત્રકારિતા તેમજ સંચાર યુનિવર્સિટીના પરિસરમાં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ ફેસ્ટિવલ અંગે ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, આ ફિલ્મ ફેસ્ટિવલના માધ્યમથી જમીનથી જોડાયેલા લોકોની વાત પણ સમાજ સુધી સરળતાપૂર્વક પહોંચી શકશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણે ભારતીય સિનેમા સાથે સંસ્કૃતિને જોડીને તેને નષ્ટ કરી છે. આજે મોટા ભાગના ઉત્સવો દરમિયાન ફિલ્મી ગીતો સાંભળવા મળે છે. વાર્તા જ રાષ્ટ્રીય સંપત્તિ છે. તેથી જ સિનેમાના માધ્યમથી જમીનથી જોડાયેલા લોકોની વાતો સમાજ સુધી પહોંચે તે આવશ્યક છે.

આ રાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ડોક્યુમેન્ટ્રી ફિલ્મની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન શોર્ટ ફિલ્મ બનાવવાની રહેશે. ભારતીય ભાષામાં શોર્ટ ફિલ્મ બનાવવાની રહેશે. આ સ્પર્ધાના વિજેતાઓને 10 લાખ સુધીના રોકડ ઇનામોથી પુરસ્કૃત કરવામાં આવશે.

તમારે ફિલ્મને 30 નવેમ્બર પહેલા સબમિટ કરવાની રહેશે.

નીચે આપેલા વિષયો પર ફિલ્મ બનાવી શકાશે.

ફિલ્મ ના વિષયો :

1.ભારત ની સ્વતંત્રતા ને 75 વર્ષ

2 અન લોક ડાઉન

3 વોકલ ફોર લોકલ

4 ગાંવ ખુશહાલ દેશ ખુશહાલ

5 ભારતીય સંસ્કૃતિ અને એના મૂલ્યો

6 ઈનોવેશન અને રચનાત્મક કાર્યો

7 પરિવાર

8 પયાર્વવરણ અને ઉજા

9 શિક્ષા તેમજ કૌશલ વિકાસ

ફિલ્મોની ભાષા હિંદી અથવા અંગ્રેજી હોવી જોઇએ. અન્ય ભાષામાં જો ફિલ્મ બનાવવામા આવે તો અંગ્રેજી સબટાઇટલ સાથે ફિલ્મ નિર્માણ આવશ્યક છે. સાઇલન્ટ ફિલ્મ પણ સબમિટ કરી શકાય છે.

ફિલ્મની શ્રેણી અને અવધિ

શોર્ટ ફિલ્મ – મહત્તમ 30 મિનિટ

ડોક્યુમેન્ટરી ફિલ્મ – મહત્તમ 45 મિનિટ

એનિમેટેડ ફિલ્મ – મહત્તમ 5 મિનિટ

કેમ્પસ ફિલ્મની શ્રેણી – મહત્તમ 20 મિનિટ (માત્ર શોર્ટ ફિલ્મને જ આ શ્રેણીમાં સ્થાન અપાશે)

દરેક શ્રેણીમાં વિજેતાઓને 1 લાખથી 10 લાખ સુધીના પુરસ્કારો રોકડ સ્વરૂપે તેમજ રોકડ પુરસ્કારોની સાથે સાથે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે.

તમે તમારી ફિલ્મને નીચે દર્શાવેલ ઇમેલ આઇડી પર મોકલીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

entries@chitrabharati.org