Site icon Revoi.in

નેશનલ હાઇવે ઓથોરિટીએ 1,100 ટોલ પ્લાઝા પર દરો 3થી5% વધાર્યા

Social Share

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ટોલ ટેક્સના ભાવમાં વધારો થયો છે. નેશનલ હાઈવે ઑથોરિટી(NHAI)એ દેશભરના આશરે 1100 જેટલાં ટોલ પ્લાઝા પર ટેક્સ 3થી 5 ટકા વધાર્યો છે. નવા દરો આજથી જ અમલમાં આવ્યા છે. ટોલટેક્સમાં થયેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સાને અસર પડશે.

NHAI સોમવારથી એટલે આજથી બે મહિનાથી પેન્ડિંગ પડેલા ટોલ દર લાગુ કર્યા છે. આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ દેશમાં સામાન્ય ચૂંટણીઓને કારણે લાગુ થયેલી આચારસંહિતાને કારણે અટકાવવામાં આવ્યો હતો. જે હવે આથી લાગુ કરવામાં આવ્યો છે.  નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના એક અધિકારીએ જણાવ્યું કે, ટોલ દરોમાં 3થી 5 ટકાનો વધારો સોમવાર, 3 જૂન, 2024થી અમલમાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે યુઝર ફી (ટોલ) દરોમાં સુધારો ચૂંટણી દરમિયાન મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, આ દરો આજથી લાગુ થશે.