Site icon Revoi.in

આજથી સમગ્ર દેશમાં 15-18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન ડ્રાઇવ શરૂ, આ રીતે બુક કરો વેક્સિન માટેનો સ્લોટ

Social Share

નવી દિલ્હી: આજથી સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોનું રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ થઇ ચૂક્યું છે. બાળકો ભારત બાયોટેકની કોવેક્સિન અને ઝાયડસ કેડિલાની રસીઓમાંથી એકની પસંદગી કરીશે. વેક્સિનેશન માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ હતી.

જે રીતે દેશના પુખ્ત વયના લોકોએ વેક્સિનેશન માટે આરોગ્ય સેતુ અને ઉમંગ એપ દ્વારા સંકલિત કોવિન પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કર્યું હતું, તેવી જ રીતે 15 થી 18 વર્ષની વયના બાળકો માટે પણ આ જ રીતે રજીસ્ટ્રેશન કરી શકાશે.

મહત્વનું છે કે, કિશોરો વ્યક્તિગત રીતે ઑનલાઇન નોંધણી કરાવી શકે છે, તે ઉપરાંત અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી ચૂકેલા પુખ્ત વયના લોકો તેમને લાભાર્થી તરીકે ઉમેરી શકે છે. તેઓ રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ ઉપરાંત વિદ્યાર્થી આઇડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે.

અહીંયા આપેલી રીતથી કિશોરો વેક્સિનેશન માટે નોંધણી કરાવી શકે છે