Site icon Revoi.in

ઇસરોએ મેળવી સિદ્વિ: પ્રથમ વખત પ્રકાશના કણો પર મોકલ્યો સંદેશ, હેક કરવો અસંભવ

Social Share

નવી દિલ્હી: ઇસરોએ એક મહત્વની સિદ્વિ હાંસલ કરી છે. ઇસરોએ એક એવી તકનીકનું પ્રદર્શન કર્યું છે જેમાં મોકલવામાં આવેલા મેસેજને કોઇપણ કિંમતે હેક કરવું અશક્ય બની જશે. ઇસરોએ 300 મીટરના અંતર સુધીના ફ્રી-સ્પેસ ક્વોન્ટમ કોમ્યુનિકેશનનું સફળ પરીક્ષણ કર્યુ છે. અર્થાત્, ઇસરોએ પ્રકાશના કણ ફોન્ટોસ દ્વારા મેસેજને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં સફળતા મેળવી લીધી છે.

ફ્રી-સ્પેસ ક્વોન્ટમ કોમ્યુનિકેશનની તકનીકને ક્વોન્ટમ ડિસ્ટ્રિબ્યુશન પણ કહે છે. તેમાં કોઇ મેસેજ, ચિત્ર કે વીડિયોને પ્રકાશ કણ ફોન્ટોસમાં નાખવામાં આવે છે. તેને ખાસ પ્રકારના ટ્રાન્સમીટરની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે અને ખાસ પ્રકારનું રીસિવર જ તેને પ્રાપ્ત કરી શકે છે.

નોંધનીય છે કે, ઇસરોએ સ્વદેશી તકનીક વડે વિકસિત NAVIC રીસિવરને અપગ્રેડ કરીને એ રીતે સક્ષમ બનાવ્યું છે કે તે ફ્રી-સ્પેસ ક્વોન્ટમ કોમ્યુનિકેશનને પ્રદર્શિત કરી શકે છે. જો ઇસરો આ તકનીકને શક્તિશાળી સ્તરે વિકસિત કરવામાં સફળ થાય તો અંતરિક્ષથી મોકલવામાં આવેલા મેસેજ તેમજ આપણા સેટેલાઇટના મેસેજને ખૂબ ઓછા સમયમાં અત્યંત સુરક્ષિત રીતે પ્રાપ્ત કરી શકાશે.

(સંકેત)