- ગંગાની કુલ લંબાઇ – 2,525 કિલોમીટર
- ગંગાનું બેસિન – 1.6 મિલિયન વર્ગ કિલોમીટર
- એક વર્ષમાં જળપ્રવાહનો આંક – 468.7 બિલિયન ટન મેટ્રિક જળ
- દેશમાં કુલ જળ સ્ત્રોતનો 25.2 ટકા ભાગ ગંગામાંથી આવે છે
- ગંગાના બેસિનમાં 45 કરોડની જનસંખ્યા વસવાટ કરે છે
- ગંગા પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે – ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ
પ્રત્યેક ભારતવાસી, પછી તે ભારતમાં વસવાટ કરતો હોય કે વિશ્વમાં. તે જીવનમાં એક વખત ગંગા દર્શન તેમજ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાની અભિલાષા ચોક્કસપણે રાખે છે. સાથે જ મનમાં એક ભાવ સદાય રાખે છે કે જ્યારે પણ અંતિમ શ્વાસ હોય ત્યારે ગંગા જળનું અંતિમ બૂંદ કંઠમાં ઉતરી જાય અને અસ્થિઓ પણ ગંગા જળમાં જ વિસર્જન થાય.
આ દરેક કાર્યો માટે ગંગા નદીમાં નિર્મળ તેમજ પવિત્ર અને સ્વચ્છ જળ હોય તે આવશ્યક છે.
આ કાર્યના હેતુસર જ્યાં ભારત સરકારે નમામિ ગંગે પરિયોજનાનો પ્રારંભ કર્યો છે. ત્યારે સમાજ પણ જાગૃત થયો છે અને પોતાની જવાબદારી નિભાવવા માટે ગંગા સમગ્રના રૂપમાં સમાજ સામે આવ્યો છે.
અત્યારસુધી ગંગા માટે કાર્ય કરવા અનેક વ્યક્તિ, સંગઠન સંક્રિય રહ્યા છે, પરંતુ તેઓનું કાર્ય માત્ર કેટલાક અંશ સુધી જ સિમિત રહ્યું. પંરતુ ગંગા સમગ્રનું કાર્ય સંપૂર્ણ સમાજ તેમજ સંગઠનોને એકજુટ કરીને ગંગોત્રીથી લઇને ગંગા સાગર સુધી છે.
વાંચો ગંગા સમગ્ર અભિયાન વિશે
વર્ષ 2011માં અભિયાનનો પ્રારંભ
લોકોમાં અભિયાન વિશે જાગરુકતા ફેલાવવા માટે દિલ્હી, હરિદ્વાર, કાશી, પ્રયાગ, કાનપુર, પટણા, બરેલી, અલીગઢ, ઝાંસી, સિમરિયા જેવા વિસ્તારોમાં સંમેલન તેમજ બેઠકો યોજાઇ
ગંગાના તટ પર સંકલ્પ દિવસ તેમજ માનવ શ્રૃંખલાનું આયોજન થયું. રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ તથા સાંસદોને ગંગા જળ- કળશ ભેટ કરવું અને ગંગા સાગરથી ગંગોત્રી સુધી યાત્રાનું આયોજન કરીને ગંગાથી જોડાઇને સમસ્ત સમાજને જોડવાનું કાર્ય થયું.
અભિયાન ગંગાની અવિરલતા-નિર્મળતા માટે સંકલ્પિત સામાજીક જાગૃતિનો એક સંગઠિત પ્રયાસ છે. તેના અંતર્ગત ગંગોત્રીથી ગંગા સાગર સુધી ગંગાને સ્પર્શ કરનારા પાંચ રાજ્યો છે.
1 ઉત્તરાખંડ
2 ઉત્તર પ્રદેશ
3 બિહાર
4 ઝારખંડ
5 બંગાળ
કાર્યની સુવિધા હેતુ ઉપર્યુકત પાંચ રાજ્યોના 12 પ્રાંતો તથા ત્રણ ક્ષેત્રોમાં વિભક્ત કરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડ
મેરઠ
બૃજ
અવધ
કાનપુર
ગોરખપુર
ઉત્તર બિહાર
દક્ષિણ બિહાર
ઝારખંડ
ઉત્તર બંગાળ
દક્ષિણ બંગાળ
આ સંપૂર્ણ ગંગા પ્રવાહ ક્ષેત્રમાં 80 જીલ્લા, 234 વિકાસ ખંડ, 800 ઘાટ તેમજ લગભગ 1000 ગંગા ગ્રામ આવે છે.
ગંગા સમગ્રના માર્ગદર્શક ડૉ. કૃષ્ણ ગોપાલજીએ મહત્વપૂર્ણ બિંદુઓ પર પ્રકાશ પાડ્યો છે.
- સંગઠન મજબૂત થાય
- પ્રાંતોની ટોળી બની
- બેઠકોની નિયમિતતા તેમજ નિરંતરતા સુનિશ્વિત થાય તેમજ વિભિન્ન પ્રકારના કાર્યો સુનિશ્વિત થાય
આ કાર્યોને ત્રણ ભાગમાં વિભાજીત કરી શકાય
- ગંગાના વર્તમાન સ્વરૂપમાં પરિવર્તન હેતુ કૃત સંકલ્પિત કાર્યકર્તાઓની ટોળી
- સામજીક સહયોગને લઇને પરિવર્તન તથા
- ગંગા પ્રત્યેની આસ્થાને વધુ મજબૂત બનાવવી
વર્તમાન સ્વરૂપ કષ્ટદાયક છે, અર્થાત્, તેને ઠીક અને સ્વચ્છ રાખવા માટે આપણે વિવિધ પ્રકારના કાર્યો કરવા પડશે.
- ગંગા સ્નાન પર્વ: પૂર્ણિમા, અમાસ, મકર સંક્રાતિ, છઠ્ઠ પૂજા, ગંગા દશેરા, મૂર્તિ વિસર્જન તેમજ ગ્રહણ જેવા પર્વોના સમયે, પર્વ પહેલા અને પછી સ્વચ્છતા સુનિશ્વિત થાય.
- ગંગા કિનારો સ્વચ્છ રહે તે હેતુસર તેના કિનારા પર શૌચક્રિયા પર પ્રતિબંધ આવે. તે હેતુસર સામાજીક જાગૃતિ તેમજ શૌચાલયનું નિર્માણ આવશ્યક.
- ગંગા કિનારે તેમજ નિકટના ક્ષેત્રમાં ખાલી ભૂમિ પર વૃક્ષારોપણ થાય.
- ગંગાના કિનારે થતી ખેતીમાં રાસાયણિક ખાતર તેમજ જંતુનાશકોનો ઉપયોગ બંધ થાય અને તેની જગ્યાએ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય અપાય.
- ગંગા ઘાટના પુજારીઓ, તેમની સમિતિઓ સાથે સંપર્ક, મિત્રતા તેમજ સંબંધથી ઘાટ સંબંધિત દરેક વ્યવસ્થાઓમાં સુવ્યવસ્થાને સુનિશ્વિત કરવી.
- સ્મશાન, સુંદર, સુવ્યવસ્થિત બને તે હેતુસર સુવ્યવસ્થા, છાયા, પ્રકાશ, સ્વચ્છતા, જળ તેમજ સુંદરતા સુનિશ્વિત થાય.
- તળાવોની સફાઇ, જળ આગમન તેમજ નિકાસી, વૃક્ષારોપણ દ્વારા તળાવોને સુવ્યવસ્થિત કરવા.
- માછીમારો, કેવટ અને નાવિકો જેવા ગંગા પર નિર્ભર સમાજ સાથે સંપર્ક સાધવો, સંબંધ રાખવો અને તેઓને ગંગાની સ્વચ્છતામાં સહભાગી બનાવવા.
- દૈનિક, સાપ્તાહિક તેમજ માસિક રૂપથી નિયમિત તેમજ સુવ્યવસ્થિ આરતી પ્રારંભ થાય અને વિશેષ અવસરો, પર્વો પર આરતીનું સ્વરૂપ ભવ્ય હોય.
- ગંગા પર કાર્ય કરનારી સંસ્થાઓની સૂચિ બનાવીને તેમનો પરિચય અને સમયાંતરે બેઠક કરવી અને ગંગા સંબંધિત કાર્યોને લઇને ચર્ચા કરવી.
- ગંગા કિનારે સ્થિત વિદ્યાલયોને ગંગાથી જોડવામાં આવે, મહિનામાં એક વાર, એક જ દિવસ, એક જ સમય, એક કલાક વિદ્યાર્થીઓને આ કાર્યમાં સહભાગી બનાવવામાં આવે અને તે સુનિશ્વિત કરાય.
- મેળો સ્વચ્છ, સુવ્યવસ્થિ રહે તે હેતુસર સફાઇ, સ્વચ્છતા, સૂચના પટ સહિત પ્રાથમિક ચિકિત્સાલય કેન્દ્રની વ્યવસ્થા કરવી.
- ગંગાના તટવર્તી ક્ષેત્રમાં દેશી ગાયના પાલન માટે પ્રોત્સાહિત કરવું, ખેતીમાં તેના ઉપયોગ માટે તકનિકી તાલીમનું આયોજન કરવું.
- ગંગાથી દૂર કપડા ધોવામાં આવે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવી.
- સીવર લાઇન તેમજ ઔદ્યોગિક પ્રદૂષણ ગંગામાં ના જાય તે હેતુસર સામાજીક જાગૃતિ તેમજ આવશ્યતા અનુસાર સામાજિકી વિરોધ પ્રદર્શન પણ કરવું પડશે.
- ગંગા સ્નાન બાદ ઘાટ પર મહિલાઓ માટે કપડાં બદલવાની વ્યવસ્થા કરવામાં આવે
- વર્ષમાં એક વાર સમગ્ર વર્ષ દરમિયાન કરેલા કાર્યોને દર્શાવતી અને ઉલ્લેખ કરતું સાહિત્યનું પ્રકાશન કરવું, જેનાથી કામગીરીની નોંધ પણ રહે તેમજ સમાજને કામગીરી અંગેની જાણકારી મળે.
- ઘાટ સ્વચ્છ રહે તે માટે ઘાટ પર કચરાપેટી મૂકવી અને તેની પણ નિયમિત સફાઇ થાય તે સુનિશ્વિત કરવું
- ઘાટ પર પ્લાસ્ટિકનો ઉપયોગ ના થાય તે માટે તેના પર પ્રતિબંધ લાગે તે ઉદ્દેશ્ય સાથે કોઇ નિયમ બનાવવામાં આવે તે આવશ્યક છે.
- ઘાટની નિયમિતપણે સફાઇ રાખતા કર્મિઓને સન્માનિત કરવા એ જરૂરી છે. પંડિત મદનમોહન માલવીય જી કુંભ બાદ વર્ષમાં એકવાર દરેક સફાઇ કર્મચારીઓને ભોજન કરાવતા હતા તેમજ નવા વસ્ત્રો આપતા હતા અને તેઓનું સન્માન કરતા હતા. આ વ્યવસ્થા ફરી શરૂ કરાય તે જરૂરી છે
- ગંગા પર ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કાર્યકરો તેમજ ગંગા પર કાર્યરત વિભિન્ન સંગઠનોના પ્રમુખોને પણ સન્માનિત કરવા.
(સંકેત)