Site icon Revoi.in

નક્સલીઓએ બંધક CoBRA જવાન રાકેશ્વર સિંહને છોડ્યા

Social Share

નવી દિલ્હી: છત્તીસગઢથી મોટા સમાચાર આવ્યા છે. નક્સલીઓએ બંધક બનાવેલા CoBRA જવાન રાકેશ્વર સિંહને છોડી દીધો છે. આપને જણાવી દઇએ કે 3 એપ્રિલે છત્તીસગઢના બીજાપુર જીલ્લામાં સુરક્ષા દળો પર હુમલો કરી નક્સલીઓએ રાકેશ્વર સિંહને બંધક બનાવી લીધો હતો. આ હુમલામાં સુરક્ષા દળોના 22 જવાનો શહીદ થયા હતા અને અનેક ઇજાગ્રસ્ત થયા હતા. સેના અને નક્સલીઓ વચ્ચે અનેક કલાકો સુધી અથડામણ ચાલી હતી.

શનિવારે, 3 એપ્રિલના રોજ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. તેમાં 22 જવાનો શહીદ થયા હતા. જ્યારે 31 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે જ એક જવાન એવા રાકેશ્વર સિંહ મન્હાસ ગૂમ થયા હતા.

નોંધનીય છે કે, રાકેશ્વરસિંહ મન્હાસ વર્ષ 2011માં CRPFમાં જોડાયા હતા. ત્રણ મહિના પહેલા જ છત્તીસગઢમાં તેમનું પોસ્ટિંગ થયું હતું. 7 વર્ષ પહેલા રાકેશ્વર સિંહના લગ્ન થયા હતા અને 5 વર્ષની એક છોકરી છે. માતા કુંતીદેવી અને પત્ની મીનુએ કેન્દ્ર અને રાજ્ય સરકારને રાકેશ્વરને નક્સલીઓના કબજામાંથી છોડાવવાની માગણી કરી હતી. હવે નક્સલીઓએ બંધક બનાવેલા કોબરા જવાન રાકેશ્વર સિંહને છોડી દીધો છે.

(સંકેત)

Exit mobile version