Site icon Revoi.in

ફેક ટીઆરપી કેસ: રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની મુંબઇ પોલીસે કરી ધરપકડ

Social Share

મુંબઇ: રિપબ્લિક ટીવી ચેનલને લઇને એક સમાચાર આવ્યા છે. મુંબઇ પોલીસએ કથિત ફેક ટીઆરપી કેસમાં રિપબ્લિક ટીવીના સીઇઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી લીધી છે. અત્યારસુધી આ મામલામાં 13 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. મુંબઇ પોલીસે હંસા રિસર્ચના અધિકારી નિતિન દેવકરની ફરિયાદ બાદ  ફેટ ટીઆરપી રેકેટને લઇને 6 ઑક્ટોબરે એફઆઇઆર નોંધાવી હતી.

હાલમાં પોલીસની સીઆઇયુ કથિત ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ ગોટાળાની તપાસ કરી રહી છે. આ કેસમાં વિકાસ ખાનચંદાનીની પહેલા પણ અનેકવાર પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. વિકાસ ખાનચંદાનીના પહેલા વરિષ્ઠ પત્રકાર અને ચેનલના પ્રધાન સંપાદક અર્નબ ગોસ્વામીની પણ મુંબઇ પોલીસે એક જૂનના રોજ ધરપકડ કરી હતી. જો કે બાદમાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

આપને જણાવી દઇએ કે, ટીઆરપી ગોટાળો તે સમયે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)એ આ વાતની ફરિયાદ નોંધાવી હતી કે કેટલીક ટીવી ચેનલો ટીઆરપીના આંકડાઓમાં હેરફેર કરી રહી છે.

હંસા રિસર્ચ ગ્રૂપના માધ્યમથી બાર્કએ આ ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે વ્યૂઅરશિપ ડેટા મેળવવા માટે મેપિંગ મશીન લગાવવાની જવાબદારી હંસાને આપવામાં આવી હતી.

(સંકેત)