Site icon Revoi.in

પોર્નોગ્રાફી કેસ: રાજ કુંદ્રાની કંપનીના જ 4 કર્મચારીઓ પોલીસના સાક્ષી બનવા માટે થયા તૈયાર

Social Share

મુંબઇ: પોર્નોગ્રાફિક ફિલ્મોના કથિત નિર્માણના આરોપમાં હાલમાં શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા 27 જુલાઇ સુધી કસ્ટડીમાં છે અને હાલમાં જેલની હવા ખાઇ રહ્યા છે.

હાલમાં એવી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે કે, આ કેસમાં રાજ કુંદ્રાની કંપનીના જ ચાર કર્મચારીઓ પોલીસના સાક્ષી બનાવ માટે તૈયારી બતાવી છે. જો આવું થયું તો રાજ કુંદ્રા સામે પોલીસનો કેસ વધારે મજબૂત થશે.

કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી.હાલમાં તે 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. દરમિયાન એક ન્યૂઝ એજન્સીએ પોલીસના હવાલાથી જાણકારી આપી છે કે, રાજ કુન્દ્રાની કંપની વિઆન ઈન્ડસ્ટ્રીઝના ચાર કર્મચારીઓ તેની સામે પોલીસના સાક્ષી બનશે.

બીજી તરફ મુંબઇ પોલીસે તપાસને આગળ વધારી છે અને હવે આ કેસમાં પોલીસ એકટ્રેસ ગહેના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. ગહેના વશિષ્ઠને પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં પહેલા પકડવામાં આવી હતી. હાલમાં તે જામીન પર છે.

બીજી તરફ રાજ કુન્દ્રા પોતાના પર લાગેલા આરોપોનો ઈનકાર કરી રહ્યા છે. રાજ કુન્દ્રાના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરીને કહ્યુ છે કે, રાજ કુન્દ્રા સામે પાયાવિહોણા આરોપો લગાવાયા છે.

Exit mobile version