Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલ થઇ શકે મોંઘું, સરકાર હવે પેટ્રોલ-ડીઝલ પર સેસ વસૂલશે

Social Share

નવી દિલ્હી: આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ યુનિયન બજેટ 2021-22 રજૂ કરી રહ્યા છે ત્યારે નાણા મંત્રીએ બજેટ દરમિયાન પેટ્રોલ પર પ્રતિ લીટરે રૂ.2.5 અને ડીઝલ પર પ્રતિ લીટરે રૂ.4 સેસ વસૂલવાની જાહેરાત કરી છે.

જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ જ્યારે પહેલાથી જ વધુ ચાલી રહ્યા છે ત્યારે હવે સેસ બાદ આગામી સમયમાં મોંઘવારી વધવાના એંધાણ છે. મુંબઇમાં પેટ્રોલ 92.80 રૂપિયા પ્રતિ લીટર તેમજ ડીઝલ 83.30 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે.

સિતારમણે કહ્યું હતું કે પેટ્રોલ પર 2.5 પ્રતિ લીટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ લગાડવાની સરકારની દરખાસ્ત છે. તેનાથી મોંઘવારી વધવાના એંધાણ છે કારણ કે તેનાથી ડીઝલના ભાવમાં વધારો થશે. જો કે નાણા મંત્રીએ એવું પણ જણાવ્યું કે ગ્રાહકો પર તેનો વધારાનો કોઇ બોજો નહીં પડે.

કોરોના કાળ દરમિયાન સરકારને આર્થિક રીતે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો જેને કારણે સરકારની તિજોરી ખાલી છે અને આવક પર પણ વિપરીત અસર જોવા મળી છે. તેથી નાણાકીય આવશ્યકતાઓને પહોંચી વળવા માટે સરકારે આ બજેટમાં આ ટેક્સ લાગુ કર્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માટે સરકારે હેલ્થ તેમજ એજ્યુકેશન સેસ દ્વારા 26,192 કરોડનં ભંડોળ એકત્ર કરવાની બજેટમાં જોગવાઇ રાખી હતી.

(સંકેત)