Site icon Revoi.in

હવે પાસપોર્ટ બનાવવા માટે ઓરિજીનલ પ્રમાણપત્રોની આવશ્યકતા નહીં રહે, શરૂ થઇ ગઇ આ સુવિધા

Social Share

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે પાસપોર્ટને લઇને અગત્યનો નિર્ણય કર્યો છે અને હવે પાસપોર્ટ સેવા પ્રોગ્રામ માટે ડિજી લોકર પ્લેટફોર્મનો આગાજ કરી દીધો છે. આ સુવિધા શરૂ થતાં પાસપોર્ટ બનાવનારને અરજી વખતે તમામ ઓરીજીનલ કાગળો બતાવવાની જરૂર નથી. ડિજી લોકર પ્રોગ્રામ દ્વારા પુરી પ્રક્રિયાને વધુ સરળ બનાવાઇ છે.

વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન અનુસાર પાસપોર્ટ સેવા પ્રોગ્રામ દેશમાં પાસપોર્ટ સેવાઓનો વિસ્તારની દિશામાં મોટું પરિવર્તન છે. તેનાથી પાસપોર્ટ બનાવનારને મોટી સુવિધા મળશે. વિદેશ મંત્રાલય અનુસાર ગત 6 વર્ષમાં પાસપોર્ટ બનાવનારની સંખ્યામાં વધારો થયો છે. દર મહિને પાસપોર્ટ માટે અરજી કરનારાઓની સંખ્યા વધી રહી છે, 2017માં પ્રથમવાર એક મહિનામાં 6 લાખથી વધુ લોકોએ પાસપોર્ટ માટે અરજી કરી હતી.

નાગરિકોની સુવિધા માટે વિદેશ મંત્રાલયે ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. એક તરફ પાસપોર્ટ નિયમોને ખૂબ સરળ કરવામાં આવ્યા છે. બીજી તરફ તેમના ઘરની પાસે પણ પાસપોર્ટ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેંદ્ર શરૂ કરી દેવામાં આવી છે. આંકડા અનુસાર 426 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેંદ્ર (POPSK) ચાલુ થઇ ચૂકી છે અને જલદી બીજા ઘણા આવવાના છે. હાલમાં 36 પાસપોર્ટ ઓફિસ અને 93 હાલ પાસપોર્ટ સેવા કેંદ્રની સાથે 426 પોસ્ટ ઓફિસ 426 સેવા કેંદ્રમાંથી પાસપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારે દેશમાં પાસપોર્ટ બનાવવા માટે કુલ 555 સ્થળો પરથી પાસપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે.

કોરોના કાળ દરમિયાન નાગરિકોની સુરક્ષા વધારવાની દૃષ્ટિએ દેશમાં ઇ-પાસપોર્ટની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જલ્દી જ પાસપોર્ટની સુવિધાની શરૂઆત થઇ જશે. આ ઉપરાંત ઇ-પાસપોર્ટ દ્વારા જાણકારીને વધુ સેફ કરી દેવામાં આવશે.

(સંકેત)

Exit mobile version