Site icon Revoi.in

હવે ડોમેસ્ટિક મુસાફરી દરમિયાન RT-PCR રિપોર્ટથી મળી શકે છે છૂટ

SAN DIEGO, CA-MAY 20: Passengers board an American Airlines flight to Charlotte, North Carolina at San Diego International Airport on May 20, 2020 in San Diego, California. Air travel is down as estimated 94 percent due to the coronavirus (COVID-19) pandemic, causing U.S. airlines to take a major financial hit with losses of $350 million to $400 million a day as nearly half of major carriers' planes sit idle. (Photo by Sandy Huffaker/Getty Images)

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે એરલાઇન્સ સર્વિસ પણ ગંભીર રીતે પ્રભાવિત થઇ હતી. જો કે હવે તેમાં હળવાશના સંકેત પ્રાપ્ત થઇ રહ્યાં છે. સરકાર ઘરેલુ સ્તરે હવાઇ મુસાફરીને તણાવ મુક્ત કરવાની યોજના બનાવી રહી છે. ઘરેલુ સ્તરે ફ્લાઇટ સર્વિસનો લાભ લેનારા મુસાફરો પૈકી જેમણે કોરોના વેક્સિન લીધી હશે તેઓને મુસાફરી માટે ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નહીં રહે.

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા મુસાફરોને RT-PCR રિપોર્ટ વગર જ મુસાફરીની મંજૂરી આપવામાં આવી શકે છે. જો કે તેના પર અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે. સ્વાસ્થ્ય મંત્રાલય સહિતના અનેક વિભાગો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

હાલમાં જે વ્યવસ્થા છે તે મુજબ કેટલાક રાજ્યોમાંથી સફર કરતાં મુસાફરો માટે નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. આ એવા રાજ્યો છે જ્યાં કોરોના સંક્રમણની સ્થિતિ વધુ ગંભીર છે.

જોકે વિમાનન મંત્રીએ એમ પણ કહ્યું હતું કે નાગિરકોના આરોગ્યનો વિષય રાજ્ય સરકારનો છે. આથી રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજીયાત કરવા માટે રાજ્ય સરકાર પણ કહી શકે છે.

નોંધનીય છે કે, બીજી તરફ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે હાલમાં વિશ્વના અનેક દેશો વેક્સિન પાસપોર્ટ કોન્સેપ્ટ પર વિચાર કરી રહ્યાં છે. જો કે ભારત તેનો વિરોધ કરી રહ્યું છે. કારણ કે ભારતના અભિપ્રાય અનુસાર વેક્સિન પાસપોર્ટ ભેદભાવવાળો છે.