Site icon Revoi.in

બાબા રામદેવનું કોરોના ટેસ્ટિંગ કૌભાંડ અંગે વધુ એક સ્ફોટક નિવેદન, જાણો શું કહ્યું

Social Share

નવી દિલ્હી: એલોપેથી પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવે ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળા દરમિયાન કથિત કોરોના ટેસ્ટિંગ કૌંભાડ અંગે યોગ ગુરુ બાબા રામદેવે સ્ફોટક નિવેદન આપ્યું છે. બાબા રામદેવે કહ્યું કે, આ કેસમાં જે દોષિત છે તેમને સજા થવી જોઇએ. તેણે તેને મેડિકલ ટેરેરિઝમ ગણાવ્યું છે.

નોંધનીય છે કે, ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાનો નેગટિવ રિપોર્ટ બતાવવો ફરજીયાત હતો. જો કે, પાછળથી બહાર આવ્યું હતું કે એક લાખ કોરોના પરીક્ષણો નકલી હતા.

મીડિયાને સંબોધતા રામદેવે કથિત કોવિડ કૌભાંડ પર કહ્યું, જેમણે ભૂલ કરી છે, તેને સજા થવી જોઈએ અને આવી ભૂલ ફરીથી ન થવી જોઈએ. જે પણ જવાબદાર છે તેના પર ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે. આ ‘મેડિકલ ટેરેરિઝમ’ છે. જેઓ આમાં સામેલ છે તેમને કડક સજા મળવી જોઈએ. તેઓએ માનવતાને શરમસાર કરી છે અને જેથી તેમને છોડવા ના જોઈએ.