Site icon Revoi.in

વેક્સિનના બંને ડોઝ બાદ રોગપ્રતિકારક શક્તિ આટલા સમય સુધી રહે છે, ડૉ. ભાર્ગવે આપ્યો જવાબ

Social Share

નવી દિલ્હી: કોવિડ સામે વેક્સિનની અસરકારકતા અને વેક્સિન લીધા બાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડૉ.બલરામ ભાર્ગવે જણાવ્યું કે, કોરોના વાયરસ સામે રસીકરણને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યું છે.

ડૉ. ભાર્ગવે જણાવ્યું કે, SARS-CoV-2 વાયરસ કુદરતી વાતાવરણ દરમિયાન વ્ય્યક્તિને સંક્રમિત કરી છે અને એન્ટિબોડી મધ્યસ્થી, સેલ મધ્યસ્થ પ્રતિરક્ષા અને રોગપ્રતિકારક સ્મૃતિને બહાર કાઢે છે. હાઇબ્રિડ રોગપ્રતિકારક શક્તિ, જે રસીકરણ અને કુદરતી સંક્રમણના પરિણામે વિક્સે છે. તે બીજા ડોઝ પછી મજબૂત પ્રતિભાવ અને મજબૂત એન્ટિબોડી ટાઇટર ઉત્પન્ન કરે છે.

સંક્રમણ પછી રોગપ્રતિકારક શક્તિ વિશે વાત કરતા ડૉ. ભાર્ગવે કહ્યું કે, સંક્રમણ પછી રોગપ્રતિકારક શક્તિની સ્થિરતા લગભગ નવ મહિના સુધી જળવાઇ રહે છે. જો તમે સંક્રમિત થયા છ અને તમને વેક્સિન આપવામાં આવી છે, તો તમારી રોગપ્રતિકારક શક્તિ ફ્કત સંક્રમિત લોકો કરતાં અથવા જેમને માત્ર રસી આપવામાં આવી છે તેના કરતાં વધુ હશે. તેથી જ રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચીનમાં સંક્રમણના નવા મહિનાથી વધુ સમય બાદ પણ એન્ટિબોડીઝ અને કોશિકીય પ્રતિક્રિયા મળી છે. પછી યુ.એસ.માં તપાસ કરાયેલા કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે, સંક્રમણ પછી 13 મહિનાથી વધુ સમય સુધી એન્ટિબોડી પ્રતિક્રિયાઓ ચાલુ રહે છે અને 90 ટકાથી વધુ કેસોમાં ઇઝરાયેલ, ઇંગ્લેન્ડ, ડેનમાર્ક, યુએસ, ઓસ્ટ્રિયા અને ઇટાલીના 10 અભ્યાસોની પદ્વતિસરની સમીક્ષામાં 10 મહિનાથી પુન:સંક્રમણમાં ઘટાડો થયો છે.