Site icon Revoi.in

મુંબઇના પૂર્વ પોલીસ કમિશનરની વધી શકે મુશ્કેલી, આ મામલે થઇ શકે છે કાર્યવાહી

Social Share

મુંબઇ: મુંબઇના પૂર્વ કમિશનર પરમબીર સિંહ ફરીથી મુશ્કેલીમાં પડી શકે છે. તેમની વિરુદ્વ વધુ એક કેસ મામલે કાર્યવાહી થઇ શકે છે.

હકીકતમાં, ઠાણેમાં પોસ્ટિંગ દરમિયાન પરમબીરસિંહ માલાબારી હિલ્સ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા હતા ત્યારે એપાર્ટમેન્ટનું ભાડુ ના ચૂકવવાનો તેમના પર આરોપ છે. પ્રાપ્ત વિગતો અનુસાર પરમબીર સિંહ વર્ષ 2015 પહેલા મુંબઇમાં સ્પેશિલ રિઝર્વ પોલીસ ફોર્સના એડિશન DGP હતા.

આ દરમિયાન તેમણે માલાબાર હિલ્સમાં નીલિમા એપાર્ટમેન્ટમાં સરકારી મકાન અપાયું હતું. ત્યારબાદ 18 માર્ચ 2015ના રોજ તેમની ઠાણેમાં પોસ્ટિંગ થઇ હતી. પોસ્ટિંગ થયા બાદ પણ તેમણે જુનું સરકારી મકાન ખાલી કર્યું ન હતું.

પોસ્ટિંગ દરમિયાન 17 માર્ચ 2015થી 29 જુલાઈ 2018 સુધી ભાડુ અને રોયલ્ટી મળીને કુલ 54.10 લાખ રૂપિયા થાય છે. તેમાથી પરમબીરસિંહે માત્ર 29 લાખ 43 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે હજુ પણ તેમને 24 લાખ 66 હજાર રૂપિયા ચૂકવવાના બાકી છે. જેને લઈ હવે તેમના પર ભાડુ ન ચૂકવવા મામલે કાર્યવાહી થઈ શકે છે.

પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટની તેમની અરજીમાં હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટમાં પોતાની ટ્રાન્સફર રદ કરવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે  હોમ ગાર્ડ ડિપાર્ટમેન્ટમાં મારી બદલીનો નિર્ણય ગેરકાયદેસર અને મનમાની છે તેથી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે.