Site icon Revoi.in

પટનામાં મોદીની હુંકાર રેલીમાં શ્રેણીબદ્વ બોમ્બ બ્લાસ્ટ કેસ: 4 દોષિતોને ફાંસીની અને બેને આજીવન કેદની સજા

Social Share

નવી દિલ્હી: પટનામાં વર્ષ 2013માં યોજાયેલી પીએમ મોદીની હુંકાર રેલી દરમિયાન થયેલા શ્રેણીબદ્વ બોમ્બ ધડાકાઓને લઇને આજે આરોપીઓની સજાની જાહેરાત કરવામાં આવી છે. આ કેસમાં પટનાની NIA કોર્ટે 4 દોષિતોને ફાંસીની સજા, 2 દોષિતોને આજીવન કેદ અને 2 દોષિતોને 10 વર્ષની, એક દોષિતને 7 વર્ષની સજા સંભળાવી છે.

વર્ષ 2013માં વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલી પહેલા મેદાન અને જંક્શનમાં થયેલા શ્રેણીબદ્વ બોમ્બ બ્લાસ્ટમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ 85 લોકો ઘાયલ થયા હતા. NIA કોર્ટે આ કેસમાં ઉમર સિદ્દીકી, અહેમદ હુસૈન, અઝહરુદ્દીન કુરેશી, હૈદર અલી, ઇમ્તિયાઝ અંસારી, મોજીબુલ્લાહ અંસારી, ફિરોઝ અહેમદ અને નુમાન અંસારીને આઇપીસી સેક્ટરની વિવિધ કલમો, એક્સપ્લોઝીવ એક્ટની વિવિધ કલમો, યુએ (પી) એક્ટ અને રેલવે એક્ટની વિભિન્ન કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે.

27 ઑક્ટોબર, 2013ના પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ મામે FIR નોંધાઇ હતી. આ બાદ 21 ઑક્ટોબરે. 2013ના NIAએ કેસ સંભાળ્યો અને 1 નવેમ્બરે દિલ્હીમાં NIA સ્ટેશનમાં તેની ફરીથી FIR દાખલ કરાઇ હતી. તેમાં સગીર સહિત 12 લોકો વિરુદ્વ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું હતું. તેમા એકનું મોત સારવાર દરમિયાન થયું હતું.

આ મામલામાં વકીલ લલન પ્રસાદ સિન્હાએ કહ્યુ કે, દસ આરોપીઓમાંથી 9 દોષી સાબિત થયા, એક આરોપીને શંકાના આધાર પર છોડી દેવામાં આવ્યો. છ વ્યક્તિ 302/120 હેઠળ દોષી સાબિત થયા છે અને બાકી સેક્શનની અંદર દોષી છે. તેમાં એનઆઈએએ ખુબ સારૂ કામ કર્યું છે. તેણે સાઇન્ટિફિક પૂરાવાના આધાર પર બધાને દોષી ઠેરવ્યા છે. એક નવેમ્બરે સજા સંભળાવવામાં આવશે. આ મામલાનું ષડયંત્ર છત્તીસગઢ (રાયપુર) માં ઘડાયું હતું.

નોંધનીય છે કે, આ મામલાનો પાંચ આરોપી આતંકીઓને પહેલા જ અન્ય કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. તેમાં ઉમર સિદ્દિકી, અઝહરુદ્દીન, અહમદ હુસૈન, ફકરૂદીન, ફિરોઝ આલમ, નુમાન અંસારી, ઇફ્તિખાર આલમ, હૈદર અલી, મોઝીબુલ્લાહ સામેલ છે.

Exit mobile version