Site icon Revoi.in

હવે એલિયમ નેગિયનમ નામની ડુંગળીની નવી પ્રજાતિ મળી આવી

Social Share

નવી દિલ્હી: આમ તો એલિયમ વંશના શાકભાજી અને વનસ્પતિનો અનેક સદીઓથી ઉપયોગ થતો આવ્યો છે. જો કે સંશોધકોની એક ટીમે એલિયમ વંશની નવી ડુંગળી પ્રકારની વનસ્પતિની શોધ કરી છે. સંશોધન અનુસાર ભારતના હિમાલયી ક્ષેત્રમાં જૈવ વિવિધતાના બે કેન્દ્રો સ્થિત છે. જેમાં પશ્વિમી હિમાલયની જૈવ વિવિધતા 85 ટકા જેટલી છે. જ્યારે પૂર્વી હિમાલયમાં આ ટકાવારી માત્ર 6 ટકા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ બ્યૂરો ઑફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સજનના મુખ્ય વૈજ્ઞાનિક અંજુલા પાંડે અને તેમના સહયોગીઓના ધ્યાનમાં આ વનસ્પતિ આવી હતી.

સંશોધકો આ પ્રકારની એલિયમ વંશની વનસ્પતિ પર વર્ષોથી સંશોધન કરી રહ્યા હતા. આ વનસ્પતિનું નામ નેગિયનમ અપાયું છે. તેની શોધ ઉત્તરાખંડના ચમોલી જીલ્લાની નીતિ ઘાટીના મલારી ગામમાં કરી હતી. આ ગામ ભારત અને તિબેટની સરહદની નજીક આવેલું છે. આ છોડ દરિયાની સપાટીથી 3000 થી 4800 મીટરની ઉંચાઇ પર ઉગે છે. ખુલ્લા ઘાસના મેદાનો, નદી કિનારે રેતાળ માટી અલ્પાઇન ઘાસના મેદાની વિસ્તારમાં સ્થાનિક સ્તરે બુગ્લાય તરીકે ઓળખાય છે.

એલિયમ નેગિયનમ બરફથી ઢંકાયેલા વિસ્તારમાં પણ જોવા મળી શકે છે. બરફ પિગળે પછી તેના બીજ તરીને વધુ અનુકુળ હોય તેવા વિસ્તારમાં ફેલાય છે. આ નવી પ્રજાતિ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં પણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. દુનિયામાં બીજા કોઇ સ્થળે જોવા મળતી હોવાનું જાણવા મળ્યું નથી.

એલિયમ નેગિયનમ નામ ભારતના પ્રખ્યાત સંશોધક અને એલિયમ સંગ્રહકર્તા સ્વર્ગીય ડૉ કુલદિપસિંહ નેગીના સન્માનમાં રાખવામાં આવ્યું છે. જો કે વિજ્ઞાાન માટે ભલે ડુંગળીની આ નવી પ્રજાતિ હોય પરંતુ સ્થાનિક લોકો દાયકાઓથી ઘરે ઉગાડે છે. એલિયમ નેગિયનમને ફ્રાન, જંબુ, સકુઆ, સુંગડુંગ અને કચો જેવા નામથી સંબોધવામાં આવે છે. નીતિ ઘાટીના લોકો આનો મસાલા અને કચુંબર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.