Site icon Revoi.in

SCOના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે કહ્યું, આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આતંકવાદ મોટૂ જોખમ

Social Share

દિલ્હીઃ- આજરોજ બુધવારે દેશની  રાજધાની દિલ્હી ખાતે  શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની એક મહત્વની  બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદને લઈને આકરા પ્રહારો કર્યા હતા.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બેઠક પહેલા તેમની ટિપ્પણી કરી હતી. કહ્યું, “હું બેઠક માટેનું આમંત્રણ સ્વીકારવા બદલ સભ્ય દેશોનો આભાર વ્યક્ત કરું છું. અજિત ડોભાલે કહ્યું કે કોઈપણ પ્રકારનો આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આતંકવાદનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને તમામ દેશોને તેના પરિપૂર્ણ કરવા પડશે. SCO ના ઠરાવો સહિત કાઉન્ટર ટેરરિઝમ પ્રોટોકોલ પ્રત્યેની જવાબદારી. SCOની આગામી મહત્વની બેઠક 27-29 એપ્રિલે દિલ્હીમાં યોજાનારી સંરક્ષણ મંત્રીઓની બેઠક હશે.

આ બેઠકમાં અજીત ડોભાલે આડકતરી રીતે પાકિસલ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા અને  કહ્યું કે કોઈપણ પ્રકારનો આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર જોખમ સાબિત થાય છે. મોટી વાત એ છે કે આ બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

ડોભાલે કહ્યું કે SCOની બેઠકમાં તમામ દેશો આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદને તેના તમામ સ્વરૂપોમાં નાથવા માટે પ્રતિબદ્ધ છે. ડોભાલે કહ્યું કે તમામ દેશો સાથે કનેક્ટિવિટી ભારત માટે મુખ્ય પ્રાથમિકતા છે.રોકાણ કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે દરેકને સહકાર આપવા તૈયાર છીએ.

એસસીઓની બેઠકમાં અજિત ડોભાલે સ્પષ્ટ રીતે કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે તમામ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પર ધ્યાન આપવું જ જોઈએ. આ સાથે, આતંકવાદ વિરોધી પ્રોટોકોલ માટેની દરેક જવાબદારી પણ પૂર્ણ  કરવી જ જોઈએ. તેમણે કહ્યું કે આતંકવાદના કોઈપણ કૃત્યને યોગ્ય ઠેરવી શકાય નહીં.