Site icon Revoi.in

પાન કાર્ડ થઇ ગયું છે ગુમ? તો રહો બેફિકર, આ રીતે નવું પાનકાર્ડ મેળવો

Social Share

નવી દિલ્હી: સાંપ્રત સમયમાં આધાર અને પાન કાર્ડ સૌથી આવશ્યક દસ્તાવેજોમાંથી એક છે. બેન્કિંગ સેવાઓથી લઇને અન્ય સેવાઓનો લાભ મેળવવા માટે પાન કાર્ડની આવશ્યકતા રહે છે. તેથી તમારી પાસે પાન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે પાન કાર્ડ નથી અથવા તો ખોવાઇ ગયું છે, તો બેફિકર રહો. અહીં અમે આપને પાન કાર્ડ બનાવવાની સરળ રીત જણાવીશું. આ માટે તમારે કોઇ ખર્ચ કરવાની પણ જરૂર નથી.

સૌ પ્રથમ આવકવેરા વિભાગની વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જાઓ। અહીંયા આધાર વિભાગે ઇન્સટન્ટ PAN પર જાઓ. અહીં જે નવું પેજ ખુલે છે તેમાં તમારે Get New PAN પર ક્લિક કરવાનું રહેશે. આ પછી નવા પેજ પર આધાર નંબર નાંખ્યા પછી કેપ્ચા કોડ દાખલ કરો ત્યાર પછી OTP જનરેટ કરો, તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP આવશે. આધારની વિગતો દાખલ કરીને ચકાસો.

આ પછી પાન કાર્ડ માટે ઈમેલ આઈડી દાખલ કરો. તમારો આધાર ઇ-કેવાયસી ડેટા ઇપેનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રક્રિયા પછી તમને PDF માં PAN ફાળવવામાં આવશે. તમે તેને તમારો આધાર નંબર નાખીને ડાઉનલોડ કરી શકો છો અથવા તમારા મેલ પર પણ સર્ચ કરી શકો છો.

આ પ્રોસેસ બાદ તમારે વેબસાઇટ પર ઇન્સટન્ટ ઇ-પાન પર ક્લિક કરવાનું રહેશે. અહીં નવું ઇ-પાન પર ક્લિક કરો અને તમારો પાન નંબર દાખલ કરો. જો તમને પાન નંબર યાદ નથી, તો પછી આધાર નંબર પણ દાખલ કરી શકો છો. નિયમો અને શરતો અહીંયા તમારે સ્વીકારવાના રહેશે. તે પછી તમારા મોબાઇલ પર એક OTP પ્રાપ્ત થશે અને વિગતો ચકાસવી પડશે. આ બાદ તમારું PAN કાર્ડ ઇમેલ મારફતે PDF ફોર્મેટમાં મોકલવામાં આવશે.