Site icon Revoi.in

હવેથી માત્ર ઑનલાઇન બુકિંગથી જ માતા વૈષ્ણોદેવીના દર્શન શક્ય બનશે, આ સિસ્ટમ હવે બંધ કરાઇ

Social Share

નવી દિલ્હી: જો તમે પણ શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન અને યાત્રા માટે યોજના બનાવી રહ્યા હોય તો પહેલા તમારે આ સમાચાર વાંચવા જરૂરી છે. તેનું કારણ એ છે કે હવે શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા માટે ઑનલાઇન બુકિંગ અનિવાર્ય થઇ ગયું છે. હવે ઓફલાઇન પર્ચી સિસ્ટમને બંધ કરી દેવામાં આવી છે.

રવિવારે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં શ્રાઇન બોર્ડની એક મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજભવનમાં થયેલી વિશેષ બેઠકમાં શ્રદ્વાળુઓની સુરક્ષાને સુનિશ્વિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભીડ પ્રબંધન માટે યાત્રિઓનું લોકેશન ટ્રેક કરવા માટે આરએફઆઇડી ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરાશે.

વૈષ્ણોદેવીમાં બનેલી ભાગદોડની ઘટના બાદ ત્યાં ભીડ પ્રબંધન, 100 ટકા ઓનલાઇન બુકિંગથી યાત્રા, યાત્રા માર્ગ ખાસ કરીને ભવન વિસ્તારમાં ભીડભાડ ના થવા દેવી, ભવન પર પ્રવેશ તેમજ શ્રદ્વાળુઓના બહાર નીકળવા માટે અલગ અલગ રસ્તાઓ સુનિશ્વિત કરવા માટે આદેશ અપાયા છે. બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારને આ આદેશ આપવામાં આવ્યા છે.

અત્રે જણાવવાનું કે, યાત્રિકોની સુવિધા તેમજ સુરક્ષા માટે યાત્રા માર્ગ અને ભવન ક્ષેત્રમાં માસ્ટર પ્લાનને ઝડપથી લાગુ કરવામાં આવશે, બાળકો તેમજ વૃદ્વો માટે રોપવેનું નિર્માણ કરવામાં આવશે. ભીડ પ્રબંધન માટે સ્કાય વોક અને સ્પેન્શન બ્રિજ તૈયાર કરાશે.