Site icon Revoi.in

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ કેમ મનાવવામાં આવે છે?

Social Share

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. દર વર્ષે 12 જાન્યુઆરીના દિવસે જ રાષ્ટ્રીય યુવા દિવસ પણ મનાવવામાં આવે છે. આ દિવસને દુનિયાભરમાં મોટા પાયે મનાવવામાં આવે છે. કોઈ પણ દેશનું ભવિષ્ય તે દેશના યુવાનો પર આધારીત છે. દેશના વિકાસમાં યુવા પેઢી મોટો ફાળો આપે છે.

દેશના યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. શું તમે જાણો છો કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ કેમ મનાવવામાં આવે છે.તો ચાલો અમે તમને જણાવીશું..

ભારત સરકારે 1985 થી દર વર્ષે 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના રોજ દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવાની ધોષણા કરી હતી.

સ્વામી વિવેકાનંદ દેશના સર્વશ્રેષ્ઠ સમાજ સુધારક, વિચારક અને દાર્શનિક હતા. તેમના આદર્શો અને વિચારો દેશભરના યુવાનોને પ્રોત્સાહિત કરી શકે છે. જીવનમાં સ્વામી વિવેકાનંદના વિચારોને અપનાવી વ્યક્તિ ક્યારેય પણ અસફળ થઈ શકતો નથી.

આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ યુવા પેઢીને કહેવું છે કે, સ્વામી વિવેકાનંદે તેમના જીવનમાં જે રીતે સફળતા હાંસલ કરી,તે જ રીતે, યુવા પેઢીએ પણ તેમના વિચારો અપનાવીને સફળ થવું જોઈએ.

દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભાષણ, પાઠ, યુવા સંમેલન, પ્રસ્તુતિઓ, યુવા ઉત્સવ,  સ્પર્ધાઓ, પરિસંવાદ, રમતગમતનાં કાર્યક્રમ, યોગ સત્ર, સંગીત પ્રદર્શન વગેરેનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં.