Site icon Revoi.in

જર્મનીમાં જાહેર પરિવહન કામદારોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, પરિવહન સેવા ખોરવાઈ

Social Share

નવી દિલ્હીઃ જર્મનીમાં સાર્વજનિક પરિવહન કામદારોએ ​​24 કલાકની દેશવ્યાપી હડતાલ કરી હતી. જેમાં કામ કરવાની સ્થિતિમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી. જેના કારણે દેશભરના લાખો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હડતાલને કારણે બાવરિયા સિવાયના તમામ રાજ્યોમાં બસ અને ટ્રામ સેવાઓ રદ કરવામાં આવી હતી. ક્લાઈમેટ ગ્રૂપ ફ્રાઈડેઝ ફોર ફ્યુચર જર્મનીએ પણ હડતાળને સમર્થન આપ્યું છે.

જર્મનીના 11 એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓની હડતાળને કારણે 200,000 મુસાફરોને અસર થઈ હતી અને લગભગ 1,100 ફ્લાઈટ્સ રદ અથવા વિલંબિત થઈ હતી. હડતાળના કારણે હેમ્બર્ગ એરપોર્ટે મુસાફરોને પૂરતા સમય સાથે મુસાફરી શરૂ કરવાની અપીલ કરી છે.