Site icon Revoi.in

મૂળ ભારતીય આરતી પ્રભાકર યુએસ રાષ્ટ્રપતિ બાઇડનના વિજ્ઞાન સલાહકાર બન્યા – જાણો કોણ છે આ મૂળ ભારતીય મહિલા

Social Share

દિલ્હીઃ- યુએસ પ્રમુખ જો બાઈડેને ભારતીય-અમેરિકન ડૉ. આરતી પ્રભાકરને ટોચના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. મીડિયા અહેવાલોપ્રમાણે, યુએસ સેનેટ દ્વારા પુષ્ટિ મળ્યા બાદ, તે ઓએસટીપી નું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા, ઇમિગ્રન્ટ અને અશ્વેત હશે.

આરતી પ્રભાકરની નિમણૂક કરતી વખતે, બાઈડેને કહ્યું હતું કે તે એક તેજસ્વી અને અત્યંત પ્રતિષ્ઠિત એન્જિનિયર અને વ્યવહારુ ભૌતિકશાસ્ત્રી છે. બિડેને ઉમેર્યું હતું કે ડૉ. આરતી પ્રભાકર અમારી શક્યતાઓને વિસ્તૃત કરવા, અમારા અઘરા પડકારોને ઉકેલવા અને અશક્યને શક્ય બનાવવા અને વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતાનો લાભ લેવા માટે વિજ્ઞાન અને તકનીકી નીતિના કાર્યાલયનું નેતૃત્વ કરશે.

પ્રખ્યાત ફિઝિક્સ સાયન્ટિસ્ટ ડૉ. આરતી પ્રભાકર એરિક લેન્ડરનું સ્થાન લેશે. ડો. પ્રભાકરને અગાઉ 1993માં તત્કાલિન ક્લિન્ટન એડમિનિસ્ટ્રેશન દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજી (NIST)ના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઓબામા પ્રશાસને પ્રભાકરને ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી ના વડા બનાવ્યા.

સેનેટમાંથી પુષ્ટિ થયા બાદ, ડૉ. પ્રભાકર વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે રાષ્ટ્રપતિના સહાયક, વિજ્ઞાન અને તકનીક માટે રાષ્ટ્રપતિના મુખ્ય સલાહકાર અને વિજ્ઞાન અને તકનીકી પર રાષ્ટ્રપતિની સલાહકાર પરિષદના સહ-અધ્યક્ષ અને બાઈડેન કેબિનેટના સભ્ય હશે.