Site icon Revoi.in

યૂએસના રાષ્ટ્રપતિ બાઈડનના સર્જન-જનરલ તરીકે મૂળ ભારતીય ડો. વિવેક મૂર્તિની નિમણૂક કરાઈ

Social Share

દિલ્હી – અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની ટિમમાં મૂળ ભારતીયોની સંખ્યાનો વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ભારતીય અમેરિકન ડોક્ટર એવા વિવેક મૂર્તિની બાઈડનના સર્જન જનરલ તરીકે નિયુક્તી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ માટેના પ્રસ્તાવને અમેરિકાની સંસદના ઉપલા ગૃહ – સેનેટ તરફથી વિતેલા દિવસના રોજ મંજુરી મળી ચૂકી છે, હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો પ્રકોપ છે ત્યારે અમેરિકી પ્રમુખના આરોગ્યની સાર-સંભાળ રાખવા બાબતની ઉચ્ચ જાહેર આરોગ્ય ઓફિસરોને જવાબદારી આપવાનો બાઈડન વહીવટીતંત્રનો માર્ગ મોકળો બન્યો છે.

બાઈડનના સર્જન જનરલ તરીકે ભારતીય અમેરિકન ડો. મૂર્તિને નિયુક્ત કરવાનો પ્રસ્તાવને સેનેટમાં 57 વિરુદ્ધ 43 મતોથી પસાર થયો હતો. ડો. મૂર્તિ આ પહેલા પણ ઓબામા વહીવટીતંત્ર વખતે પણ સર્જન જનરલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

આ સમગ્ર બાબતે વિવેક મૂર્તિએ ફરી એકવખત સર્જન જનરલ તરીકે નિયૂક્તી થવા બદલ ટ્વિટર દ્રારા સેનેટનો આભાર વ્યક્ત કર્યો છે.

સાહિન-