Site icon Revoi.in

નૌસેનાની તાકાત થઈ બમણી – INS વાગીર નૌસેનામાં થઈ સામેલ

Social Share

દિલ્હીઃ- દેશની સેનામાં વધુને વધુ તાકાતવર બનતો દેશ તરીકે ઊભરી રહ્યો છે આ સાથે જ મહત્વની વાત એ છે કે પીએમ મોદીના આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ અનેક સુરક્ષા યંત્રો અને સાધનો ભારતમાં જ નિર્માણ થઈ રહ્યા છે જેના કારણે સુરક્ષા ક્ષેત્રમાં પણ ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે થોડા જ દિવસોમાં નૌસેનાની તાકાતમાં પણ વધારો થવા જઈ રહ્યો છે.

NS વાગીરને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. પ્રોજેક્ટ 75 હેઠળ કલવરી વર્ગની આ પાંચમી સબમરીન છે, જેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. INS વાગીરને મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.

INS વાગીર સંપૂર્ણપણે ભારતમાં બનેલ છે. તેનું નિર્માણ મુંબઈની મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા ફ્રેન્ચ કંપની નેવલ ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સબમરીનની વિશેષતા એ છે કે આ સબમરીનનો ઉપયોગ એન્ટી સબમરીન યુદ્ધ, ગુપ્ત માહિતી એકત્ર કરવા, દરિયામાં લેન્ડમાઈન બિછાવવા અને સર્વેલન્સના કામમાં થઈ શકે છે. આ સબમરીનને દરિયાકિનારે અને સમુદ્રની વચ્ચે બંને જગ્યાએ તૈનાત કરી શકાય છે. આ સબમરીનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે.

આ સબમરીન ભારતમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ દ્વારા મેસર્સ નેવલ ગ્રૂપ, ફ્રાન્સના સહયોગથી બનાવવામાં આવી રહી છે.સબમરીન ‘વાગીર’, 12 નવેમ્બર 20 ના રોજ લોન્ચ કરવામાં આવી છે, જે અત્યાર સુધીની તમામ સ્વદેશી બનાવટની સબમરીનમાં સૌથી ઓછા બાંધકામ સમયમાં પૂર્ણ થવાનું ગૌરવ ધરાવે છે.

આ સાથે જ 22 ફેબ્રુઆરીએ તેની પ્રથમ સફર કરી અને કમિશનિંગ પહેલાં વ્યાપક સ્વીકૃતિ તપાસો અને શ્રેણીબદ્ધ સખત અને પડકારજનક દરિયાઈ પરીક્ષણો પસાર કર્યા. સબમરીન મેસર્સ MDL દ્વારા 20 ડિસેમ્બર 22ના રોજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવી હતી.જે હવે નૌકાદળમાં સામેલ થવાના આરે છે.