Site icon Revoi.in

નેવીની INSV તારિણીએ રચ્યો ઈતિહાસ,17 હજાર નોટિકલ માઇલનું અંતર માપ્યું 

Social Share

દિલ્હી : ભારતીય નૌકાદળનું નૌકાવિહાર જહાજ ‘તારિણી’ છ મહિનાના લાંબા ટ્રાન્સ-ઓસિનિક ટ્રાન્સકોન્ટિનેન્ટલ અભિયાન પછી હવે ભારત પરત ફરી રહ્યું છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તારિણીએ નવેમ્બર 2022માં ગોવાથી તેની સફર શરૂ કરી હતી.

આ અભિયાન દરમિયાન તે ‘કેપ ટુ રિયો રેસ 2023’માં ભાગ લઈને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી બ્રાઝિલના રિયો ડી જાનેરો સુધી જશે અને ફરીથી ભારતીય દરિયાકાંઠે પહોંચતા પહેલા 17,000 નોટિકલ માઈલનું અંતર કાપશે. ભારતીય નૌકાદળનું નૌકા જહાજ તારિણી છ મહિનાના લાંબા ટ્રાન્સ-ઓસિનિક ટ્રાન્સકોન્ટિનેન્ટલ અભિયાન પછી ભારત પરત ફરી રહ્યું છે. તેણે 17મી નવેમ્બર 2022ના રોજ ગોવા ખાતે તેની યાત્રા શરૂ કરી હતી અને 24મી મેના રોજ તે જ સ્થળે પ્રવાસ પૂર્ણ કરે તેવી શક્યતા છે.

નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન જહાજને તોફાન, ઉંચા મોજા, ભારે પવન અને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આનાથી બે મહિલા અધિકારીઓ સહિત છ અધિકારીઓના તેના ક્રૂની ભાવના, હિંમત અને નિશ્ચયને હલાવી શક્યું ન હતું.”

ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, આ નૌકાયન દોડની 50મી આવૃત્તિ 2 જાન્યુઆરીએ કેપટાઉનથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. INSV તારિણી 2017 માં ‘નાવિકા સાગર પરિક્રમા’ નામના ઐતિહાસિક અભિયાનમાં તમામ મહિલા ક્રૂ સાથે વિશ્વની પરિક્રમા કરવા માટે જાણીતી છે.