Site icon Revoi.in

નૌસેનાની તાકાત થશે બમણીઃ દરિયામાં રહી દુશ્મનોને માત આપતી સબમરિન ‘વાગશીર’ 20 એપ્રિલના રોજ થશે લોંચ,જાણો તેની ખાસિયતો

Social Share

દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવા કેન્દ્રની સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે આજ શ્રેણીમાં નૌસેનાની તાકાતમાં ઓર વધારો થી રહ્યો છે ત્યારે હવે INS વાગશીર સબમરીન ટૂંક સમયમાં દરિયામાં દુશ્મનોને માત માટે નૌસેનાના બેડામાં જોડાશે. 

વિતેલા દિવસને શુક્રવારે  માહિતી આપવામાં આવી હતી કે P75 સ્કોર્પિન પ્રોજેક્ટ હેઠળની છઠ્ઠી સબમરીન વાગશીર 20 એપ્રિલે મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવશે. નૌકાદળના બેડામાં તેનો સમાવેશ થતા નેવીની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે. તેમાં 40 ટકા સાધનો ભારત નિર્મિત છે. પ્રોજેક્ટ 75ની પાંચમી સબમરીન વાગીરનું સમુદ્રી પરીક્ષણ ફેબ્રુઆરી 2022માં શરૂ થયું હતું.

વાગશીર સબમરીન 20 એપ્રિલે લોન્ચ થયા બાદ 12 મહિનાના દરિયાઈ પરીક્ષણમાંથી પસાર થશે. જે બાદ તેને નેવીમાં સામેલ કરવામાં આવશે. 

વાગશીર સબમરીનની આંતરિક ટેકનોલોજી ફ્રેન્ચ અને સ્પેનિશ કંપની દ્વારા આપવામાં આવી છે જ્યારે બાંધકામ ભારતીય શૈલીમાં કરવામાં આવ્યું છે. 

નૌકાદળની લડાયક ક્ષમતાને વધારવા માટે પ્રોજેક્ટ 75 હેઠળની આ છેલ્લી સબમરીન છે. અગાઉ INS કલાવરી, INS ખંડેરી, INS કરંજ અને INS વેલા આ પ્રોજેક્ટ હેઠળ નૌકાદળમાં જોડાઈ ચૂક્યા છે જ્યારે INS વાગીરનું દરિયાઈ પરીક્ષણ ચાલી રહ્યું છે.

જાણો વાગશીરની ખાસિયતો