Site icon Revoi.in

એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ઋષિકેશ પવારની 15 લાખના ડ્રગ્સ સાથે કરી અટકાયત

Social Share

દિલ્હીઃ-બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાનો મામાલો હજુ પણ ઠારે પડ્યો નથી, તેના મોતથી અનેક બોલિવૂડ એક્ટર્સના નામો ડ્રગ્સ મામલે બહાર આવ્યા ત્યાર બાદ તેમા સંપ્રકમાં રહેતા તમામ મિત્રોની પમ પૂછપરછ કરવામાં આવી ત્યારે હવે ફરી એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર અને સહાયક નિર્દેશક ઋષિકેશ પવારની અટકાયત કરી છે.

ડ્રગ મામલામાં એનસીબી હેવ ઋષિકેશ પવારની પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે પોલીસ છેલ્લા કેટલાક મહિનાથી સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ઋષિકેશ પવારની શોધ કરી રહી હતી.

આ પહેલા પણ એનસીબીએ ડ્રગ્સના કેસમાં પવારની પૂછપરછ કરી ચૂકી છે. એનસીબી સામે ડ્રગ્સ સપ્લાયર દ્વારા ઋષિકેશ પવારનું નામ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ ઋષિકેશ પવારને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસમાં ધરપકડના ડરથી પવારે આગોતરા જામીન માટે પણ અપીલ પણ કરી હતી, પરંતુ કોર્ટએ તેમને રાહત આપી ન હતી. ત્યારબાદથી ઋષિકેશ પવાર ફરાર હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુશઆંતને ડ્રગ પહોંચાડનારા લોકોમાં ઋષિકેશનું નામ પણ સામેલ હતુ.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈથી પ્રતિબંધિત ડ્રગ ‘મેફેડ્રોન’ કબજે કરી છે, જેની કિંમત આશરે 15 લાખ રૂપિયા છે. આ કેસમાં અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. એનસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે બાતમીના આધારે એજન્સીએ સોમવારે મોડીરાતે મહીમ વિસ્તારમાં એક ફ્લેટમાં દરોડા પાડ્યા હતા.

સાહિન-