Site icon Revoi.in

વર્ષ 2021 માટે નેટફ્લિક્સ એ 41 નવા ટાઈટલ જારી કર્યા – ફિલ્મ, વેબસિરીઝ, સ્ટેન્ડઅપ કોમેડીથી ભરપુર રહેશે આ વર્ષ

Social Share

મુંબઈ – વિતેલું આખું વર્ષ કોરોના મહામારીમાં પસાર થયું છે,જેને લઈને સિનેમા જગતમાં મોટો ફટકો પડ્યો હતો, થિયેટર બંધ થવાને કારણે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ તરફથી સિનેમા પ્રેમીઓને મનોરંજન મળી રહ્યું હતું, કોરોનાકાળમાં સિનેમાધરો બંધ થતા ઓટીટી પ્લેટફોર્મએ દર્શકોને મનોરંજન કરાવવામાં કોઈ કચાચ રાખી નહોતી.

ત્યારે હવે નેટફ્લિક્સે વર્ષ  2021 માટે 41 નવા ટાઇટલની ઘોષણા કરી છે જેમાં 13 ફિલ્મો, 15 વેબ સિરીઝ, 4 ડોક્યુમેન્ટ્રી, છ સ્ટેન્ડ અપ કોમેડી સ્પેશિયલ અને 3 રિયાલિટી શો નો સમાવેશ થાય છે. આ સાથે, ભારતીય પ્રિડેટર સિરીઝ પણ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.

આ વર્ષ દરમિયાન બોલિવૂડ સિતારાઓ જેવા કે સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, જિતેન્દ્રકુમાર, અર્જુન રામપાલ, કાર્તિક આર્યન, ધનુષ, સાન્યા મલ્હોત્રા, નીના ગુપ્તા, અર્જુન કપૂર, કપિલ શર્મા, મનોજ બાજપેયી, માધુરી દીક્ષિત, નુસરત ભરૂચા, કોંકણા સેન શર્મા, અદિતિ રાવ હૈદરી, શેફાલી જેવા બોલિવૂડ સ્ટાર્સ મનોરંજન કરાવતા જોવા મળશે.આ સાથે જ શોહ, બોબી દેઓલ, અર્જુન રામપાલ જેવા ઘણા મોટા સ્ટાર્સ વિવિધ વેબ સિરીઝમાં જોવા મળશે.

તાજેતરમાં મનોરંજનના મામલે લાંબા સમય સુધી ચુપ્પી સાધનારા  કરણ જોહરે  બુધવારે આ વર્ષનું તેનું બીજું  મોટૂ  બયાન જારી કર્યું હતું, કરણ જોહરની ડિજિટલ એન્ટરટેનમેન્ટ કંપની ધર્માટિકે પણ વધુ ચાર નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. અનુષ્કા શર્મા પ્રોડક્શન વેંચર માઇ પણ આ નવા પ્રોજેક્ટનો એક ભાગ છે. તે જ સમયે, નીના ગુપ્તા અને મસાબા પણ ‘મસાબા મસાબા’ સિરીઝની બીજી સીઝન સાથે ફરીથી દર્શકો માટે અનેક મનોરંજન લઈને આવશે.

આ વર્ષ દરમિયાન નેટફ્લિક્સ પર અજીબ ગાસ્તા, બુલબુલ તરંગ, ઘ ડિસિપલ, ધમાકા, હસીન દિલરુબા, જાદૂગર, જગમે થંડીરામ, મીનાક્ષી સુંદરેશ્વર, માઈલસ્ટોન,નવરસ,પગલેટ જેવી અનેક 41 જેટલી મૂવી , સિરીઝ જજોવા મળશે

સાહિન-

Exit mobile version