Site icon Revoi.in

CRPF સ્થાપના દિવસ: NSA અજીત ડોભાલની પાકિસ્તાનને ચેતવણી, પુલવામા એટેકને નહીં ભૂલે ભારત

Social Share

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનને ચેતવણી આપી છે. સીઆરપીએફના સ્થાપના દિવસ પર બોલતા ડોભાલે કહ્યુ છે કે દેશને ખબર છે કે ક્યારે, શું, ક્યાં કરવાનું છે. ડોભાલે કહ્યુ છે કે અમે પુલવામા હુમલાનો બદલો લીધો. અમે પુલવામા હુમલાને ભૂલીશું નહીં.

સીઆરપીએફની 80મી વાર્ષિક પરેડને સંબોધિત કરતા એનએસએ અજીત ડોભાલે પુલવામા એટેકનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે હું એ 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. રાષ્ટ્ર તેને ભૂલશે નહીં. ડોભાલે કહ્યુ છે કે આ સમસ્યાના ઉકેલ માટે સમય સુધી હશે, સ્થાન શું હશે,  એ નક્કી કરવા માટે આપણું નેતૃત્વ સક્ષમ છે. આપણે આતંકવાદનો મુકાબલો કરીશું.

ડોભાલે કહ્યુ છે કે કેટલા ગર્વની વાત છે કે આ સુરક્ષાદળે 80 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે કહ્યુ છે કે દેશની એકમાત્ર ફોર્સ એવી છે કે જે દેશના 32 લાખ વર્ગ કિલોમીટર વિસ્તારની સુરક્ષા કરે છે. દેશનો કોઈપણ હિસ્સો એવો નથી કે જ્યાં સીઆરપીએફની હાજરી નથી. આપણને બધાને સીઆરપીએફ પર ગર્વ છે.

સીઆરપીએફ માટે તેમણે કહ્યુ છે કે જો તમારું મનોબળ વધે છે, તો દેશનું મનોબળ વધે છે. ભાગલા વખતે જ્યારે વિસ્થાપન થઈ રહ્યું હતું, ત્યારે પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સીઆરપીએફે મહત્વની ભૂમિકા નિભાવી હતી. ડોભાલે કહ્યુ હતુ કે હું પણ 37 વર્ષ ભારતીય પોલીસ સેવામાં હતો. પરંતુ તમારા દળની કેટલીક વિશેષતાઓ છે. કોઈપણ સમસ્યામાં ભારતને જ્યારે આંતરીક સુરક્ષાની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો સીઆરપીએફ સામે આવી. સીઆરપીએફની જે વિશ્વસનીયતા છે, તે યોગ્યતા, બહાદૂરી, દેશપ્રમમાં આવે છે. તેને જાળવી રાખવી તેનાથી પણ મોટી વાત છે.

ડોભાલે કહ્યુ છે કે દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ 37 એવા દેશો હતા કે જે તૂટયા હતા. આમાના 28 દેશો આંતરીક સુરક્ષામાં નિષ્ફળ જવાને કારણે તૂટયા હતા. તેમણે કહ્યુ છે કે સીઆરપીએપે પ્રોફેશનલિઝ્મ રાખવો પડશે. મહત્વપૂર્ણ છે કે પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદે સીઆરપીએફના વાહન પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. બાદમાં ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરીને આનો બદલો લીધો હતો. 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે બરબાદ કર્યા હતા.