Site icon Revoi.in

કફ સિરપને લઈને કેન્દ્રનો નવો નિયમ 1લી જૂનથી થશે લાગુ – દેશની બહાર મોકલતા પહેલા સરકારી લેબમાં ટેસ્ટમાંથી થવું પડશે પસાર

Social Share

દિલ્હીઃ- કફ સિરપને લઈને પહેલા ઘણો વિવાદ સર્જાયો હતો અનેક બાળકોના મોત બાદ કેન્દ્રની સરાર ભારતમાં બનતી કફ સિરપને લઈને સખ્ત બની હતી ત્યારે હવે સરાક આ કફ સિરપને લઈને નવો નિયમ લાગૂ કરી રહી છે જે 1લી જૂનથી લાગૂ થવા જઈ રહ્યો છે.આપણા દેશમાં બનતી કફ સિરપની ગુણવત્તા અંગે વિશ્વભરમાં ઉઠેલા સવાલો બાદ સરકારે આ પગલું ભર્યું છે.

ગયા વર્ષે ગેમ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં કફ સિરપ પીવાથી અનુક્રમે 66 અને 18 બાળકોના મૃત્યુ થયા અને આ માટે ભારતમાં નિર્મિત કફ સિરપને દોષી ઠેરવવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2021-22માં ભારતમાંથી 17 ડોલર બિલિયનના કફ સિરપની નિકાસ કરવામાં આવી હતી અને 2022-23માં આ રકમ વધીને 17.6 ડોલર બિલિયન થઈ ગઈ હતી.

જાણકારી અનુસાર હવેથી કફ સિરપના નિકાસકારોએ તેમના ઉત્પાદનોને 1 જૂનથી વિદેશ મોકલતા પહેલા નિયુક્ત સરકારી સેબમાં તેનું પરીક્ષણ  ફરજિયાત કરાવવાનું રહેશે. આ બાબતે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ સોમવારે જારી કરેલા એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નિકાસ કરવામાં આવનાર પ્રોડક્ટના સેમ્પલનું લેબોરેટરીમાં પરીક્ષણ થયા બાદ જ કફ સિરપની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ભારતમાંથી નિકાસ કરવામાં આવતી મેડિકલ પ્રોડક્ટ્સની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે નિકાસ કરતા પહેલા કફ સિરપની ગુણવત્તાની ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષણ ઇન્ડિયન ડ્રગ કોડ કમિશન, પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળાઓ અને NABL માન્યતા પ્રાપ્ત દવા પરીક્ષણ પ્રયોગશાળાઓમાં કરી શકાય છે.હવેથી આમ કર્યા બાદજ જે તે કફ સિરપ કંપની પોતાની દવાઓ વિદેશમાં મોકલી શકશે નહી તો વિદેશમાં મોકલવા માટે દવાઓને અટકાવવામાં આવશે.