Site icon Revoi.in

કોરોના સંકટમાં મહિલાઓમાં જોવા મળી નવી ફેશનઃ લગ્ન પ્રસંગ્રમાં માસ્ક ઉપર પહેરે છે નાકની નથણી

Social Share

લગ્ન પ્રસંગમાં કરવામાં આવતી વિધીઓમાં મહિલાએ ફેશન અને રિવાજને નિભાવવા માટે લગાવ્યો એવો જુગાડ કે દેખનારા લોકો પણ હેરાન થઈ ગયા અને મહિલાના વખાણ કરવા લાગ્યાં. કોરોના મહામારીને પગલે અનેક રાજ્યોમાં લોકડાઉન આપવામાં આવ્યાં છે. કોરોના મહામારીમાં લગ્ન સહિતના પ્રસંગ્રોમાં ગણતરીના લોકોને મંજૂરી આપવામાં આવે છે. પરિવારમાં કોઈના લગ્ન હોય ત્યારે મહિલા-યુવતીઓને ચિંતા હોય છે કે, કંઈ સ્ટાઈલના કપડા અને ઘરેણા ધારણ કરવા. બીજી તરફ કોરોના મહામારીને પગલે મોઢા ઉપર માસ્ક પણ લગાવવું જરૂરી છે. લગ્ન પ્રસંગ્રમાં મહિલાઓ વિવિથ રિતરિવાજોની સાથે પોતાની ફેશન ઉપર પણ વધારે મહત્વ આવે છે. જો કે, કોરોનાના પણ લગ્ન પ્રસંગમાં મહિલાઓને ફેશન અને રિતરિવાજોનું પાલન કરતા અટકાવી શકતો નથી.

ઉત્તરાખંડમાં કોઈ પણ શુભ કાર્યમાં મહિલાઓમાં નથણી પહેરી જરૂરી હોય છે. એટલું જ નહીં લગ્નપ્રસંગમાં દરેક પરિણીત મહિલાઓ નથણી રહેલી જોવા મળે છે. એટલે મહિલાઓએ માસ્કની સાથે નથણી પહેરવાનો અનોખો જુગાડ શોધી કાઢ્યો છે. જેને લોકો કોરોના કાળમાં નથણી પહેરવાની ફેશન કહે છે. નથણી પહેરવાની આ સ્ટાઈલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તરાખંડના નૈનીતાલની મહિલાઓએ માસ્ક ઉપર પિનની મદદથી નથણી પહેરી હતી. લગ્ન પ્રસંગ્રમાં મહિલાઓના માસ્ક ઉપર પહેરેલી નથણી સાથે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. તેમજ લોકો આ ફોટાઓને ખુબ પસંદ કરી રહ્યાં છે.

મહિલાઓએ માસ્ક ઉપર નથણીની સાથે ગળાનો હાર, માંગનો ટિકો, ઈયરિંગ્સ પણ પહેરી હતી. લગ્ન પ્રસંગ્રમાં હાજર રહેનારી કવિતા જોશીએ જણાવ્યું હતું કે, મારી ભાણીના લગ્ન હતા. હું તેની મામી થાઈ અને તેની ખુબ જ નજીક છું. અમારે રિત-રિવાજો પણ નિભાવવાની હતી અને કોરોના નિયમોનું પાલન પણ કરવાનું હતું. જેથી અંમે આ બંને કરવા માંગતા હતા. અમારા ત્યાં મહિલાઓને સરસ રીતે તૈયાર થવુ પડે છે. આ માત્ર દેખાડવા માટે નહીં પરંતુ અમારા ત્યાં નથણીને પરિણીત મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે. હું નથણીને માસ્કની અંદર પહેરવા ન હતી માંગતી. જેથી ઘરની તમામ મહિલાઓએ નથણીને માસ્કની ઉપર પહેરવાનો નિર્ણય કર્યો હતો. એક પીનની મદદથી માસ્ક ઉપર નથણી પહેરી હતી.