Site icon Revoi.in

વોટ્સએપ દ્વારા એડ કરવામાં આવ્યું નવું ફીચર! ચેટમાં રહેલો ફોટો કે વિડીયો એકવાર જોયા પછી થશે જશે ડીલીટ

Social Share

મુંબઈ: વોટ્સએપ દ્વારા સતત કાંઈકને કાંઈક એપ્લિકેશનને લઈને સુધારા વધારે કરવામાં આવતા હોય છે. વોટ્સએપ પહેલા કરતા અત્યારનું સાવ અલગ જોવા મળે છે તો તેમાં વોટ્સએપ દ્વારા વધુ એક સુધારો જોવા મળ્યો છે જેને લઈને આમ તો રાહતના સમાચાર છે પરંતુ આમ તે નુક્સાન કારક પણ સાબિત થઈ શકે છે.

વોટ્સએપ પોતાના યૂઝર્સને સમયાંતરે અનેક નવા ફીચર્સ આપતું રહે છે.ત્યાં આવા જ એક પ્રયાસના ભાગરૂપે વોટ્સએપ દ્વારા ખાસ ફીચર લવાયું છે. ફોનમાં ફોટા કે વીડિયો રહી જાય અને કોઈ જોઈ લે તેવો ડર ધરાવતા લોકો માટે આ ફીચર મહત્વનું સાબિત થશે.

વોટ્સએપના આ ફિચરનું નામ ‘View Once’ છે. આ મોડના માધ્યમથી મોકલવામાં  આવેલા ફોટા કે વીડિયો એક વખત જોવાયા પછી ગુમ થઈ જશે. આ ફિચરથી યુઝર્સને વધુ પ્રાઇવેસી મળશે. વોટ્સએપ દ્વારા ચાલું અઠવાડિયામાં તમામ યુઝર્સને આ મોડ આપવામાં આવશે. આ ફીચર બાબતે લોકોના શું મંતવ્ય છે તે જાણવાની વોટ્સએપની ઇચ્છા છે.

WhatsApp બ્લોગમાંથી મળેલી જાણકારી મુજબ તમે કોઈપણ પ્રાઈવેટ માહિતી અને મોમેન્ટસને શેર કરવા માટે આ ફિચરનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, કોઈ સ્ટોરમાં નવા કપડાં ટ્રાય કરતા હોવ કે વાઈફાઈ પાસવર્ડ શેર કરવાનો હોય ત્યારે આ ફિચરનું ઉપયોગ થઈ શકે છે.

WhatsApp પર તમારા દ્વારા મોકલવામાં આવેલા પર્સનલ મેસેજની જેમ જ ‘View Once’ દ્વારા મોકલાયેલો ફોટો કે વીડિયો સહિતનું મીડિયા એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રીપ્શનથી સુરક્ષિત હશે. આ સિસ્ટમથી વોટ્સએપ પણ આ મેસેજ જોઈ શકશે નહીં. આવા મેસેજ પર 1 લખેલું જોવા મળશે. વીડિયો કે ફોટો જોઈ લીધા બાદ આ મેસેજનું સ્ટેટ્સ ‘Opened’ થઈ જશે.

વોટ્સએપ પર ગાયબ થતો મેસેજ મોકલો તો ‘View Once’ આઇકોન જોવા મળશે. આ મેસેજ મેળવનાર વ્યક્તિ પ્રિવ્યુ નહીં થાય. યુઝર દ્વારા જોઈ લીધા બાદ તેને બીજી વખત ઓપન કરી શકાશે નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને સ્નેપચેટમાં આ પ્રકારનું ફીચર મળે છે.