Site icon Revoi.in

કેન્દ્ર સરકારે કોરોનાને લઈને રજુ કરી નવી ગાઈડલાઈન – હવે હોસ્પિટલમાં સારવાર માટે કોરોના ટેસ્ટ જરુરી નહી

Social Share

દિલ્હીઃ-હવે હોસ્પિટલોમાં સારવાર માટે કોરોના સંક્રમણનું પરીક્ષણ કરવું ફરજિયાત રહેશે નહીં. આ સંદર્ભે, કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે અંતર્ગત હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાની રાષ્ટ્રીય નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે.

પહેલા હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના પોઝિટિવ રિપોર્ટ હોવો અનિવાર્ય હતો, જ્યારે હવે નવા બદલાવ હેઠળ આ રિપોર્ટની જરુરીયાત રહેશે નહી ,આ પહેલા રિપોર્ટ કઢાવવાના ચક્કરમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેમાં ઘણા દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યા પડ્યા હતા. આવી સ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી. આ સાથે જ આ સંદર્ભે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને સૂચનાઓ આપવામાં આવી છે કે નવી નીતિનો અમલ ત્રણ દિવસમાં થવો જોઈએ.

મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારની નવી નીતિ મુજબ શંકાસ્પદ દર્દીઓને સસ્પેન્ડ વોર્ડમાં દાખલ કરવામાં આવશે. આ વોર્ડ્સ કોવિડ કેર સેન્ટર્સ, સંપૂર્ણ સમર્પિત કોવિડ કેર સેન્ટર્સ અને કોવિડ હોસ્પિટલોમાં પણ બનાવવામાં આવશે. નવી નીતિમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દર્દીઓને તેમના રાજ્યના આધારે પણ સારવાર કરવા માટે નકારી શકાશે નહીં.

ઓળખપત્ર વગર પણ લઈ શકાશે વેક્સિન

આરોગ્ય મંત્રાલયે ખાસ એવા લોકો માટે પણ નિયમ જારી કર્યો છે કે જેમની પાસે કોઈ ઓળખકાર્ડ નથી અને તેઓ વેક્સિન લેવાની ઇચ્છા વ્યક્ત કરે છે. આવા લોકોની નોંધ કોવિન એપ્લિકેશનમાં કરવામાં આવશે. તેમના રસીકરણ માટે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવશે, તેમન ઓળખાવવાની જવાબદારી જિલ્લા પ્રશાસનની રહેશે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 10 દિવસ ઘરમાં આઈસોલેશન હેઠળ રહીને સતત ત્રણ દિવસો સુધી તાવ ન આવે તો તેઓ આઈસોલેશનથી બહાર આવી શકે છે.તે સાથે જ ટેસ્ટ કરાવો જરુરી રહેશે નહી

કેન્દ્ર દ્રારા રજુ કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા સ્વાસ્થ્ય અધિકારીઓ દ્રારા  દર્દીઓની સ્થિતિને હળવા અથવા  વગર લક્ષણ વાળા કેસ અંગેનો નિર્ણય લેવનામાં આવશે,આવીસ્થિતિમાં દર્દીઓના ઘરે આઈસોલેશનની વ્યવસ્થા હોવી જોઈએ.