Site icon Revoi.in

શ્રી રામ જન્મભૂમિ સંકુલની નવી તસવીરો આવી સામે,જુઓ અંહી

Social Share

દિલ્હી:જિલ્લામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરનું નિર્માણ કાર્ય હવે લગભગ પૂર્ણ થઈ ગયું છે. મંદિરમાં હવે માત્ર છેલ્લા કેટલાક કામો બાકી છે, જે યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.આ તસવીરો અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના નવા ભવ્ય મંદિરની છે. આ તસવીરો આજે સવારે જ લેવામાં આવી છે, જેમાં વહેલી સવારે સૂર્યના પ્રથમ કિરણો રામ મંદિરની દિવાલોને સ્પર્શતા જોવા મળે છે.

આ તમામ તસવીરો રામ મંદિર ટ્રસ્ટ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (@ShriRamTeerth) ના X એકાઉન્ટમાંથી બહાર પાડવામાં આવી છે. આ તસવીરો જોયા બાદ રામ ભક્તો ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. આ તસવીરોમાં રામ મંદિરની ભવ્યતા સ્પષ્ટ જોઈ શકાય છે.તસવીરો અલગ-અલગ એંગલથી લેવામાં આવી છે. આમાં, ઊંચાઈથી લેવામાં આવેલી તસવીરો રામ મંદિરના સમગ્ર સંકુલની ભવ્યતાનું વર્ણન કરે છે. આ સાથે રામ મંદિરના મુખ્ય દ્વાર અને સીડીઓ પણ તસવીરોમાં જોઈ શકાય છે જે હવે સંપૂર્ણ રીતે તૈયાર છે.

હવે રામ મંદિરમાં રામ લલાના અભિષેક માટે સમગ્ર મંદિર પરિસરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ યોજાનાર છે. સમગ્ર વિશ્વ કાર્યક્રમની ભવ્યતા જોશે. આવી સ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન કોઈ પણ વસ્તુની ખોટ ના રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશભરમાંથી અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અયોધ્યાના માર્ગો પર અલગ-અલગ ભાષાઓમાં સૂચના બોર્ડ પણ લગાવવામાં આવશે.