Site icon Revoi.in

ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો નવો સ્ટ્રેન સામે આવ્યો – 138 લોકો સંક્રમિત મળ્યા

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે તો બીજી ચરફ ચીનમાં કોરોનાના વેરિએન્ટ ડેલ્ટાનો નવો સ્ટ્રેન સામે આવતા હાહાકાર મચવા પામ્યો છે.મળતી માહિતી પર્માણે તાજેતરમાં, ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં કોરોનાના 138 કેસ નોંધાયા છે. આ તમામ લોકો કોરોના વાયરસના ‘ડેલ્ટા’ વેરિઅન્ટના ‘ઉપ વંશ AY.4’થી સંક્રમિત છે. જેને ધ્યાનમાં રાખીને, સત્તાવાળાઓએ પૂર્વ પ્રાંતમાં લાખો લોકોની મુસાફરી પર પ્રતિબંધ લગાવ્યોછે.

આ સાથે જ સત્તાવાર અક સમાચાર ચેનલ મુજબ, ચીનમાં પ્રથમ વખત ‘ડેલ્ટા’ વેરિઅન્ટના નવા પેટા-વંશના કેસ નોંધાયા છે. રાજ્ય સમાચાર એજન્સી ‘સિન્હુઆ’એ રવિવારે એક સમાચારમાં જણાવ્યું કે 5 થી 12 ડિસેમ્બરની વચ્ચે ઝેજિયાંગ પ્રાંતમાં કોવિડ-19ના 138 કેસ નોંધાયા છે.

પ્રાંતીય મુખ્યાલય હાંગઝોઉ તરફથી રવિવારે એક સમાચાર રિપોર્ટમાં જણાવાયું છે કે ઝેજિયાંગમાં નોંધાયેલા 138 કેસમાંથી 11 નિંગબોમાં, 77 શાઓક્સિંગમાં અને 17 પ્રાંતીય રાજધાની હાંગઝોઉમાં નોંધાયા છે. સમાચારમાં, ઝેજિયાંગ પ્રાંતીય કેન્દ્ર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ અને વિશ્લેષણ પછી જાણવા મળ્યું છે કે તે બધા ડેલ્ટાના પેટા વંશ એવાય.4 થી સંક્રમિત જોવા મળે છે. ટ

આ સાથે જ સાવચેતીના પગલાં લેતા, સ્થાનિક અધિકારીઓએ જાહેર સભાઓ અને મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રાંતની વસ્તી લગભગ 6.46 કરોડ છે. સત્તાવાર સીજીટીએન-ટીવી સમાચારે નેશનલ હેલ્થ કમિશનના ડેટાને ટાંકીને જણાવ્યું છે કે રવિવારે ચીનમાં કોરોનાના 101 કેસ નોંધાયા હતા.

આ નવા નોંધાયેલા કુલ 101 કેસમાંથી માત્ર 17 લોકોમાં જ સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હતા. કમિશને જણાવ્યું હતું કે સોમવારે નોંધાયેલા 80 કેસમાંથી 74 ઝેજિયાંગમાં, પાંચ આંતરિક મંગોલિયામાં અને એક શાંક્સી પ્રાંતમાં નોંધાયા હતા. કમિશનના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 99,780 કેસ નોંધાયા છે અને ચેપને કારણે 4,636 લોકોના મોત થયા છે. હાલમાં દેશમાં 1,381 લોકો કોરોના વાયરસના સંક્રમણની સારવાર હેઠળ છે, જેમાંથી 27ની હાલત ગંભીર છે.