Site icon Revoi.in

કોરોના: બ્રિટેન-દક્ષિણ આફ્રિકા બાદ હવે નાઇજીરીયામાં મળ્યું ત્રીજું નવું સ્ટ્રેન

Social Share

દિલ્લી: કોરોનાવાયરસના કેસ કેટલાક દેશોમાં વધી રહ્યા છે તો કેટલાક દેશોમાં કેસ ઘટી પણ રહ્યા છે. આવા સમયમાં કોરોનાવાયરસનું નવુ સ્ટ્રેન સામે આવ્યું છે જે યુકેથી શરુ થયુ હતુ અને હવે તે દુનિયાના અન્ય દેશોમાં પણ પ્રસરી ગયુ છે. છેલ્લા એક વર્ષથી ઘણા દેશોને પોતાની ઝપેટમાં લેનાર કોરોના વાયરસ સતત ખતરનાક સ્વરૂપો લઈ રહ્યું છે. પહેલા બ્રિટનમાં કોરોનાનું નવું સ્વરૂપ જોવા મળ્યું, ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં બીજું સ્ટ્રેન જોવા મળ્યું,જે વધુ જીવલેણ માનવામાં આવે છે.

હવે એવા સમાચાર મળી રહ્યા છે કે,આફ્રિકન દેશ નાઇજીરીયામાં એક વધુ નવું સ્ટ્રેન જોવા મળ્યું છે. જો કે,નાઇજિરીયાના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, આ સંદર્ભમાં વિસ્તૃત તપાસ થવાની જરૂર છે.

આફ્રિકા સેંટર ફોર ડીસીઝ એન્ડ પ્રિવેન્શનના વડા કેંગાસોંગના જણાવ્યા મુજબ આ વાયરસ બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળેલા સ્ટ્રેનથી અલગ છે. તેમણે કહ્યું કે, નાઇજીરીયા સીડીસી અને આફ્રિકન સેન્ટર ઓફ એક્સીલેંસ ફોર જિનોમિક ઓફ ઇન્ફેકિશયસ ડીસીઝ મળીને નમૂનાની તપાસ કરવા માટે કામ કરી રહ્યા છે. તેણે કહ્યું કે અમને થોડો સમય આપો,અત્યારે કાંઈ કહેવું બહુ ઉતાવળભર્યું છે.

Exit mobile version