Site icon Revoi.in

દિલ્હી એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે નવી સિસ્ટમ લગાવવામાં આવી

Social Share

દિલ્લી: કોરોનાવાયરસ વચ્ચે વધી રહેલા સંક્રમણને રોકવા માટે એરપોર્ટની જાળવણી માટે નિર્ધારિત કંપની જીએમઆરએ એક નવું ડિવાઇસ એરપોર્ટ પર લગાવ્યું છે. આ ડિવાઇસનું નામ XOVIS PTS છે. જીએમઆરના સીઇઓએ જણાવ્યું હતું કે, એરપોર્ટ પર ભીડ ઘટાડવા માટે Xovis passenger tracking system ને લગાવવામાં આવ્યું છે.

આ ડિવાઇસ લગાવવાના ઘણા ફાયદા છે. વિદેશ જયપુરિયાએ જણાવ્યું હતું કે, એરપોર્ટ પર 513 આવા વિસ્તારો છે, જેની ઓળખ કરવામાં આવી છે અને જ્યાં આવા પ્રકારના ડિવાઇસ લગાવવામાં આવ્યા છે. જો લોકો સામાજિક અંતરને અનુસરતા નથી, તો તે સ્થાન તરત જ ઓળખાશે અને લોકોને ત્યાં સામાજિક અંતર કેવી રીતે અનુસરવું તે કહેવામાં આવશે.

સીઈઓ જીએમઆરએ કહ્યું કે, જે જગ્યાએ ડિવાઇસ લાગેલ છે, તેમાં બે મોટા પાવરફુલ કેમેરા લાગ્યા છે. આ કેમેરાથી આ વાતની જાણકારી મળશે કે, ત્યાં એક સાથે કેટલા લોકો ઉભા છે. અને જો લોકો વચ્ચેના અંતરનું પાલન કરવામાં નથી આવતું, તો તરત જ કેમેરાના માધ્યમથી એક માહિતી શેર કરવામાં આવશે અને માહિતી બાદ અલાર્મ વાગશે.

આ સાથે ઇમેઇલ પર પણ જાણ કરવામાં આવશે કે, આ જગ્યા પર ખૂબ જ ભીડ છે. ત્યારબાદ અમારો સ્ટાફ પહોંચશે અને પછી ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે. તેમણે કહ્યું કે, આ પ્રકારનું આ ડિવાઇસ સૌથી પહેલા દિલ્હી એરપોર્ટ પર લગાવવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ ડિવાઇસ ખૂબ મહત્વનું છે. એરપોર્ટ અધિકારીઓનું માનવું છે કે, તે સંક્રમણને ફેલાતા અટકાવશે.

-દેવાંશી